ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભક્ષક’નું શૂટિંગ પૂર્ણ, શાહરૂખ ખાનના આ બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ ફિલ્મ

પુલકિત અને જ્યોત્સના નાથ દ્વારા સહ-લેખિત 'ભક્ષક' પુલકિત દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જેમણે અગાઉ રાજકુમાર રાવની વેબ સિરીઝ 'બોસ: ડેડ ઓર અલાઈવ'નું દિગ્દર્શન કર્યું હતું.

ભૂમિ પેડનેકરની ફિલ્મ ભક્ષકનું શૂટિંગ પૂર્ણ, શાહરૂખ ખાનના આ બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ ફિલ્મ
Bhakshak shooting (File Photo)
| Edited By: | Updated on: Feb 21, 2022 | 5:22 PM

Bhakshak Movie: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું પ્રોડક્શન (Shahrukh Khan) આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસ પરથી ઘણી નાની-મોટી ફિલ્મો બની રહી છે. તાજેતરમાં Zee5ની ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નું ટ્રેલર રિલીઝ થયું હતું અને હવે રેડ ચિલીઝે નવી ફિલ્મનું શૂટિંગ (Bhakshak Shooting) પૂર્ણ થવાની માહિતી શેર કરી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત ‘ભક્ષક’નું લખનઉમાં ગયા અઠવાડિયે શૂટિંગ પૂરું થયું.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ 39 દિવસ સુધી એક જ શેડ્યૂલમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. જેમાં તે મજબૂત ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો કોન્સેપ્ટ ખૂબ જ અનોખો અને સાચી ઘટનાઓ પર આધારિત છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે શૂટિંગ પૂર્ણ થવા અંગે ટ્વીટ કર્યું હતું

‘ભક્ષક’ ફિલ્મ વિશે

સાચી ઘટનાઓથી પ્રેરિત ‘ભક્ષક’ બિહારની ગામઠી અને મહિલાઓ સામેના ગુનાઓની જમીની વાસ્તવિકતા સામે લાવે છે. આ ફિલ્મ ન્યાયની શોધમાં અને જઘન્ય અપરાધને પ્રકાશમાં લાવવાની એક અતુટ મહિલાની કહાની છે. મોટાભાગે સફળ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોમાં અનન્ય પાત્રો નિભાવવાની તેની બહુમુખી પ્રતિભા માટે જાણીતી ભૂમિ પેડનેકર ‘ભક્ષક’માં એક ઉત્સુક પત્રકારની ભૂમિકા નિભાવતી જોવા મળશે, જે તેને એક કહાની સંભળાવે છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય મિશ્રા, સાઈ તામ્હંકર અને આદિત્ય શ્રીવાસ્તવ પણ મહત્વની ભૂમિકામાં છે.

આ બેનર હેઠળ થયુ ફિલ્મનું નિર્દેશન

પુલકિત અને જ્યોત્સના નાથ દ્વારા સહ-લેખિત, ‘ભક્ષક’ પણ પુલકિત દ્વારા નિર્દેશિત છે, જેમણે અગાઉ રાજકુમાર રાવની વેબ સિરીઝ ‘બોસ: ડેડ ઓર અલાઈવ’નું દિગ્દર્શન કર્યું હતું. ગૌરી ખાન અને ગૌરવ વર્મા દ્વારા નિર્મિત ‘ભક્ષક’ એ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનની ફિલ્મ છે. આ પહેલા ભૂમિએ ‘દુર્ગાવતી’માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. ફિલ્મ એવરેજ રહી હતી પણ તેની એકિટંગની ખુબ પ્રશંસા થઈ હતી. થોડા દિવસો પહેલા તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘બધાઈ દો’માં પણ જોવા મળી હતી.

 

આ પણ વાંચો : Ghoomar: સૈયામી ખેરનો કોચ બનશે અભિષેક બચ્ચન, ફિલ્મમાં જોવા મળશે અભિનેતાનો અલગ અંદાજ