ના હોય.. શું ખરેખર ‘Bhediya 2’ આવી રહી છે ? વરુણ અને કૃતિ સેનનની સરપ્રાઈઝ મુલાકાતથી સસ્પેન્સ વધ્યું

કૃતિ સેનન, વરુણ ધવન અને ડિરેક્ટર અમર કૌશિક ફરી એકવાર સાથે નજરે પડતાં જ સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. કૃતિ સેનન દ્વારા શેર કરવામાં આવેલા એક રહસ્યમય વીડિયો અને તેના સસ્પેન્સભર્યા કેપ્શને વાચકોની ઉત્સુકતા વધારી દીધી છે.

ના હોય.. શું ખરેખર Bhediya 2 આવી રહી છે ? વરુણ અને કૃતિ સેનનની સરપ્રાઈઝ મુલાકાતથી સસ્પેન્સ વધ્યું
| Updated on: Oct 26, 2026 | 7:55 PM

બોલિવૂડમાં એક મુલાકાતે ફેન્સના મગજમાં ઘણા સવાલો ઊભા કરી દીધા છે. ફિલ્મ ‘ભેડિયા’ની ત્રિપુટી એટલે કે કૃતિ સેનન, વરુણ ધવન અને ડિરેક્ટર અમર કૌશિક ફરી એકવાર સાથે નજરે પડ્યા છે. કૃતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ પછી ચર્ચા શરૂ થઈ છે કે, શું પડદા પર ફરી એકવાર ભેડિયાની વાપસી થવાની છે કે આ ત્રિપુટી કોઈ નવા પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે?

કૃતિના કેપ્શને વધાર્યું Suspense

કૃતિ સેનને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વરુણ ધવન અને અમર કૌશિક સાથે એક વીડિયો શેર કર્યો. વરુણે પણ આ વીડિયોને રીપોસ્ટ કર્યો. આની સાથે કૃતિએ લખ્યું, “એક એવી મુલાકાત જેની અપેક્ષા નહોતી… જે તમને ‘Obsessed’ કરી દેશે! જોડાયેલા રહો!’ વીડિયોમાં ત્રણેયનો અંદાજ અને તેમના ભેડિયાની જેમ અવાજ કાઢવાના અંદાજે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.


ખાસ વાત એ છે કે, કૃતિએ પોતાના કેપ્શનમાં ‘Obsessed’ શબ્દનો ઉપયોગ કર્યો છે. હવે સવાલ ઊઠી રહ્યો છે કે, શું આ ‘Bhediya 2’ તરફ ઈશારો છે કે ત્રણેય કોઈ બીજા પ્રોજેક્ટ સાથે આવવાના છે. જો કે, હજુ સુધી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શું ફરી આવશે ‘Bhediya’?

વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ ‘ભેડિયા’ નવેમ્બર 2022માં રિલીઝ થઈ હતી. અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી આ હોરર-કોમેડીમાં વરુણે ભાસ્કરનું પાત્ર ભજવ્યું હતું, જેને જંગલમાં ભેડિયા કાપી લે છે. આ પછી તેના શરીરમાં અજીબ બદલાવ થવા લાગે છે. કૃતિ ફિલ્મમાં પશુ ચિકિત્સક અનિકાના રોલમાં નજરે પડી હતી.

ફિલ્મે દુનિયાભરમાં લગભગ 94.41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મૈડોક ફિલ્મ સુપરનેચરલ યુનિવર્સનો હિસ્સો છે. પ્રોડક્શન હાઉસે વર્ષ 2025માં ‘Bhediya 2’ને ઓગસ્ટ 2026માં રિલીઝ કરવાની યોજના જાહેર કરી હતી. જો કે, આ બાદ ફિલ્મને લઈને કોઈ નવું અપડેટ સામે આવ્યું નથી.

Breaking News: ‘કોઈ મારી પત્નીને ભડકાવી રહ્યું છે…’ સુનિતાના આરોપો પર છલકાયું ગોવિંદાનું દર્દ

Follow Us
Loading...
Unable to load recommendations.