‘Bhagam Bhag 2’ અને ‘Hera Pheri 3’ પર આવ્યું ‘મોટું અપડેટ’, પ્રિયદર્શને કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’
અક્ષય કુમાર, પરેશ રાવલ અને ગોવિંદાની જોડીથી લોકોને પેટ પકડીને હસાવનાર નિર્દેશક પ્રિયદર્શને પોતાની સિક્વલ ફિલ્મને લઈને મૌન તોડ્યું છે. 'ભાગમ ભાગ 2' ની સાથે-સાથે 'હેરા ફેરી 3' ને લઈને પણ પ્રિયદર્શને એક ખાસ માહિતી આપી છે. આ સિવાય તેમણે ફિલ્મોમાં ગૂંચવાયેલા વિવાદો પર પણ મોટો ખુલાસો કર્યો છે.

બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના મશહૂર નિર્માતા-નિર્દેશક પ્રિયદર્શન (Priyadarshan) આજકાલ પોતાની ફિલ્મો અને બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘Haiwaan’ નું નિર્દેશન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું, જે બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહોતી.
આ દરમિયાન તેમની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘Bhagam Bhag’ ના સિક્વલની જાહેરાત પછી પણ દર્શકો ઉત્સુક જોવા મળ્યા. વર્ષ 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને ગોવિંદાએ પોતાની શાનદાર કોમેડીથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ બધા વચ્ચે પ્રિયદર્શને એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ‘Bhagam Bhag 2’નું ડાયરેક્શન નહીં કરે. તેમણે ‘Hera Pheri 3’ને લઈને પણ મોટું અપડેટ શેર કર્યું છે.
‘Bhagam Bhag 2’નું નિર્દેશન કેમ નહીં કરે પ્રિયદર્શન?
પ્રિયદર્શનનું માનવું છે કે, કોઈ પણ આઇકોનિક ફિલ્મની સિક્વલ ત્યારે જ બનાવવી જોઈએ, જ્યારે તેની વાર્તા પહેલી ફિલ્મ કરતાં વધુ સારી હોય. તેમના મતે માત્ર પહેલી ફિલ્મની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે તેની સિક્વલ બનાવવી યોગ્ય નથી. તેમણે ઉદાહરણ આપતાં ટર્મિનેટર (Terminator) ફ્રેન્ચાઇઝીનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમના જણાવ્યા મુજબ બીજો ભાગ પહેલી ફિલ્મ કરતાં વધુ સારો હતો.
‘Hera Pheri 3’ને લઈને કહી આ વાત
પ્રિયદર્શનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ‘ભાગમ ભાગ 2’થી અંતર રાખવાનું કારણ એ જ છે, જેના કારણે તેમણે ‘હેરા ફેરી 3’થી પણ પોતાને અલગ રાખ્યા? તો તેમણે જણાવ્યું કે, આ મામલામાં ઘણાં કારણો છે.
તેમણે કહ્યું કે, ‘હેરા ફેરી 3’ સાથે જોડાયેલા વિવાદો અને પરિસ્થિતિઓ ખૂબ ગૂંચવાયેલી છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ આ ફિલ્મ ક્યારેય બનાવી શકશે? તો તેમણે નિરાશાજનક જવાબ આપ્યો. પ્રિયદર્શનના જણાવ્યા મુજબ, તેમને નથી લાગતું કે ‘હેરા ફેરી 3’ ક્યારેય બની શકશે.
