Pathaan Movie : ‘કોણ શાહરૂખ ખાન ? હું નથી જાણતો…’, ‘પઠાણ’ વિવાદ પર આસામના CMનું નિવેદન

|

Jan 22, 2023 | 8:29 AM

Pathaan controversy : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા સમયથી વિવાદોમાં રહી છે.

Pathaan Movie : કોણ શાહરૂખ ખાન ? હું નથી જાણતો..., પઠાણ વિવાદ પર આસામના CMનું નિવેદન
Pathaan controversy

Follow us on

Pathaan controversy : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં રહ્યો છે. પઠાણ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે, પરંતુ પઠાણને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર વિવાદની શરૂઆત ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણની કેસરી બિકીનીથી થઈ હતી.

જે બાદ વિવિધ સ્થળોએ પઠાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મના સ્ટાર્સના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મના વિરોધીઓએ પણ ધમકી આપી છે કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો સારું નહીં થાય. મધ્યપ્રદેશના સીએમએ પણ આ ફિલ્મ સામે અવાજ ઉઠાવ્યો છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા સવાલનો એવો જવાબ આપ્યો કે બધા ચોંકી ગયા.

આ પણ વાંચો : Pathaan Controversy : KRKને કોર્ટમાં ધસડી જવાની તૈયારીમાં Shahrukh Khan? KRKએ પઠાણ ફ્લોપ હોવાના બતાવ્યા 3 કારણ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આસામમાં થિયેટરોની બહાર પઠાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

સીએમ હિમંતા બિસ્વા સરમાને પઠાણ વિવાદ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક લોકોએ તેમને ‘પઠાણ’ પર બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહેલા વિવાદ પર સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં હિમંતા બિસ્વા સરમાએ કહ્યું- “કોણ શાહરૂખ ખાન? હું તેના વિશે કંઈ જાણતો નથી અને ફિલ્મ ‘પઠાણ’ વિશે પણ કંઈ જાણતો નથી. તમને જણાવી દઈએ કે, શુક્રવારે બજરંગ દળના કેટલાક લોકોએ આસામમાં થિયેટરોની બહાર પઠાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં આ લોકોએ ફિલ્મના સ્ટાર્સના પોસ્ટર પણ સળગાવી દીધા હતા.

આસામના CMએ આપ્યા આવા જવાબો

પ્રાપ્ત માહિતી અનુસાર સીએમ હિમંતે કહ્યું, “ખાને મને ફોન કર્યો નથી, પરંતુ જ્યારે પણ કોઈ સમસ્યા હોય છે, ત્યારે બોલિવૂડના ઘણા લોકોએ મને સમયાંતરે ફોન કર્યો છે. જો ખાન મને બોલાવશે તો હું મામલાને ગંભીરતાથી જોઈશ. આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કેસ પણ નોંધવામાં આવશે.

આ સિવાય જ્યારે એક રિપોર્ટરે સીએમને કહ્યું કે, ખાન બોલિવૂડના સુપરસ્ટાર છે. તેના જવાબમાં સીએમએ કહ્યું કે, લોકોએ હિન્દી સિનેમાની નહીં પણ પોતાના વિસ્તારની ચિંતા કરવી જોઈએ. આસામી ફિલ્મ Dr Bezbarua – Part 2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તમે લોકોએ તેને જોવું જોઈએ. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે, જાવ અને આ ફિલ્મ જુઓ, હિન્દી ફિલ્મોની વાત ન કરો.

Next Article