Arbaaz Khan : એક નવો ચેટ શો લઈને આવી રહ્યો છે અરબાઝ ખાન, બોલિવૂડના દિગ્ગજો સાથે સોનેરી દિવસોની કરશે સફર

Arbaaz Khan એક નવા ચેટ શો સાથે હાજર થવા જઈ રહ્યો છે. આમાં તે તેના પિતા સલીમ ખાન અને સાવકી માતા હેલન સાથે વાત કરશે. આ શોમાં કુલ 6 એપિસોડ હશે, જેમાં ઈન્ડસ્ટ્રીના મોટા નામો સાથે વાતચીત કરવામાં આવશે.

Arbaaz Khan : એક નવો ચેટ શો લઈને આવી રહ્યો છે અરબાઝ ખાન, બોલિવૂડના દિગ્ગજો સાથે સોનેરી દિવસોની કરશે સફર
Arbaaz Khan
| Edited By: | Updated on: Feb 03, 2023 | 1:07 PM

Arbaaz Khan New Chat Show : બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાન વર્ક ફ્રન્ટ પર એક નવા પ્રયોગ સાથે હાજર છે. તે હોસ્ટના રોલમાં જોવા મળશે. અરબાઝ ખાન તેના આગામી પ્રોજેક્ટમાં હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે અને તે બોલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે વાતચીત કરશે. અરબાઝે હાલમાં જ તેના ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે. તેના નવા શોને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જેમાં તે તેના પિતા સલીમ ખાન સાથે પણ વાતચીત કરતો જોવા મળશે.

આ પણ વાંચો : ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાન અને અરબાઝ ખાનની ધરપકડ કરી, હકીકત જાણી તમે ચોંકી ઉઠશો, જાણો શું છે મામલો

અરબાઝ ખાનના આ નવા ચેટ શોનું નામ ‘ધ ઇનવિન્સીબલ’ છે. અભિનેતાએ શોનું ટ્રેલર શેર કર્યું. જેમાં તે તેના પિતા સલીમ ખાન સાથે વાતચીત કરતો જોવા મળે છે. તેઓ તેને સંઘર્ષના દિવસો વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે અરબાઝે લખ્યું- #TheInvincibles દ્વારા મારા પિતા સલીમ ખાનની શાનદાર બોલિવૂડ સફર વિશે જાણવા માટે તૈયાર રહો. સારું-ખરાબ અને સુંદર. આવતીકાલે આખો વીડિયો ફક્ત @bollywoodbubble પર જ જુઓ. આ સ્પેશિયલ શોથી ફેન્સ ખુશ છે અને અરબાઝને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

જાવેદ અખ્તર પણ લેશે ભાગ

શોની વાત કરીએ તો કુલ 6 એપિસોડ આવશે. આ એપિસોડમાં સલીમ ખાન ઉપરાંત જાવેદ અખ્તર, વહીદા રહેમાન, શત્રુઘ્ન સિંહા અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ જોવા મળશે. આ શોમાં અરબાઝ ખાન તેની સાવકી માતા અને ભૂતકાળની પ્રખ્યાત ડાન્સર હેલન સાથે પણ ચેટ કરશે. અરબાઝનો આ ચેટ શો ખૂબ જ આશાસ્પદ દેખાઈ રહ્યો છે અને ફેન્સને આશા છે કે આના દ્વારા તેમને કેટલીક જૂની ન સાંભળેલી વાર્તાઓ સાંભળવા મળશે.

અભિનેતાએ શેર કર્યો અનુભવ

પોતાનો અનુભવ શેર કરતાં અરબાઝ ખાને કહ્યું – “સિનેમા એવરગ્રીન છે અને મેં એવી સિરીઝ બનાવવાનું વિચાર્યું જે નોસ્ટેલજીયા વિશે વાત કરે. કેટલીકવાર મને ડર લાગે છે કે આપણે જે વાર્તાઓ સાંભળીને મોટા થયા છીએ. જો આપણે તેનું રક્ષણ નહીં કરીએ તો તે ખોવાઈ જશે. આ ઉદ્યોગને ઉજાગર કરવાનો મારી તરફથી એક પ્રયાસ છે જે અમે ખૂબ નજીકથી જોયું છે. હું એવા લોકોની લિજેન્ડ્રી સ્ટોરીઝને બહાર લાવવા માંગુ છું, જેમણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સોનેરી ક્ષણો જીવી છે.