Anushka Sharma Second Pregnancy: વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજશે કિલકારી? કોહલી બીજી વખત બનશે પિતા!

|

Dec 12, 2023 | 11:27 PM

Anushka Sharma Second Pregnancy: બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) બે વર્ષ પહેલા વામિકા કોહલી નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે અનુષ્કા ફરી પ્રેગ્નેન્ટ છે. એવું માનવામાં આવે છે કે એક્ટ્રેસ ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા શર્મા લાઈમલાઈટથી પણ દૂર છે.

Anushka Sharma Second Pregnancy: વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજશે કિલકારી? કોહલી બીજી વખત બનશે પિતા!
Virat Kohli - Anushka Sharma
Image Credit source: Instagram

Follow us on

Anushka Sharma Second Pregnancy: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) બી-ટાઉનનું પાવર કપલ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2017માં ખૂબ જ શાનદાર લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી આ કપલે વામિકા કોહલી નામની પુત્રીનું સ્વાગત કર્યું. હવે સમાચાર આવી રહ્યા છે કે અનુષ્કા અને વિરાટ જલ્દી જ તેના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.

પ્રેગ્નેન્ટ છે અનુષ્કા શર્મા?

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અનુષ્કા તેની બીજી પ્રેગ્નેસી એન્જોય કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ અનુષ્કા શર્મા હાલમાં સેકન્ડ ટ્રાઈમેસ્ટરમાં છે. એવું માનવામાં આવે છે કે ગત વખતની જેમ આ વખતે પણ તે પોતાની પ્રેગ્નન્સીના લાસ્ટ ફેઝમાં ફેન્સ સાથે આ ખુશખબર શેર કરશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

મેટરનિટી ક્લિનિકમાં જોવા મળ્યા હતા અનુષ્કા-વિરાટ

અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચાર આ કારણે સામે આવ્યા છે કે થોડા સમય પહેલા એક્ટ્રેસ તેના પતિ વિરાટ કોહલી સાથે મુંબઈના એક મેટરનિટી ક્લિનિકમાં જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે વિરાટ અને અનુષ્કાએ પાપારાઝીને તસવીરો અને વીડિયો પોસ્ટ ન શેર કરવા રિક્વેસ્ટ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા શર્મા લાઈમલાઈટથી પણ દૂર છે.

(PC: Anushka Sharma Instagram)

વામિકાને લાઈમલાઈટથી દૂર રાખે છે અનુષ્કા-વિરાટ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ જાન્યુઆરી 2021માં પુત્રી વામિકા કોહલીનું સ્વાગત કર્યું. બંને પહેલીવાર માતા-પિતા બનીને ખૂબ ખુશ હતા. પરંતુ આ પાવર કપલે પોતાની પુત્રીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આ કપલની પુત્રી હવે અઢી વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજ સુધી બંનેએ પુત્રીનો ફેસ દેખાડ્યો નથી. પાંચ વર્ષ પછી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી અનુષ્કા શર્મા કમબેક કરશે. અનુષ્કા શર્મા આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની હલ્દી સેરેમનીનો ફોટો થયો વાયરલ3

Disclaimer: આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:44 pm, Sat, 30 September 23

Next Article