Birthday Special: મોડલિંગથી કરી કરિયરની શરૂઆત, આજે અનુષ્કા શર્મા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ

|

May 01, 2022 | 8:02 AM

અભિનેત્રી અનુષ્કા શર્માએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ 2013માં એક શેમ્પૂની એડવર્ટાઈઝિંગ દરમિયાન થઈ હતી.

Birthday Special: મોડલિંગથી કરી કરિયરની શરૂઆત, આજે અનુષ્કા શર્મા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ
Anushka sharma Birthday

Follow us on

અનુષ્કા શર્માની (Anushka Sharma) ગણતરી આજે બોલિવૂડની (Bollywood Actress) ટોપ અભિનેત્રીઓમાં થાય છે. હિન્દી ફિલ્મ અભિનેત્રી હોવા ઉપરાંત તે એક ફિલ્મ નિર્માતા પણ છે. એક મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે ​​બોલિવૂડમાં પોતાની છબી એક મશહુર અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે. અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર બેંગ્લોરમાં થયો હતો. તેમના પિતાનું નામ કર્નલ અજય કુમાર શર્મા અને માતાનું નામ આશિમા શર્મા છે.

શાહરૂખ ખાન સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી

અનુષ્કાએ તેનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની (Bengaluru) આર્મી સ્કૂલમાંથી કર્યું અને તે પછી તેણે કૈરમલ કોલેજમાંથી આર્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી. આ પછી જ અનુષ્કા મોડલિંગ તરફ વળી, જેના માટે તે મુંબઈ શિફ્ટ થઈ. અનુષ્કા શર્માએ વર્ષ 2008માં શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે તેની પહેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં કામ કર્યું હતું, જે સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી ‘બદમાશ કંપની’ અને ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મોમાં તેના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અનુષ્કાએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પીકે, જબ તક હૈ જાન, એનએચ 10, દિલ ધડકને દો, સુઈ ધાગા, સંજુ અને એ દિલ હૈ મુશ્કિલ તેની કેટલીક પ્રખ્યાત ફિલ્મો તેમાં સામેલ છે.

અનુષ્કા શર્માએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket team) કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ 2013માં એક શેમ્પૂની એડવર્ટાઈઝિંગ દરમિયાન થઈ હતી. ત્યારથી બંને રિલેશનશિપમાં હતા. બંનેએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ એક પાર્ટી આપી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. 11 જાન્યુઆરી 2021ના ​​રોજ અનુષ્કા અને વિરાટના ઘરે એક બાળકીનો જન્મ થયો,જેનુ નામ વામિકા રાખ્યું છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચો :  KL રાહુલ-આથિયા શેટ્ટી બનશે આલિયા-રણબીર કપૂરના પાડોશી, લગ્ન પછી નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે

આ પણ વાંચો : પ્રથમ સિઝનની સફળતા બાદ હવે ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ આવશે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શરૂ

Next Article