
કોરોના મહામારી દરમિયાન મિસ્ટર ફેઝુ ઉર્ફ ફૈઝલ ખેખે મેરે મેહબુબ કયામત હોગી પર એક રીલ બનાવી હતી. જે ખુબ વાયરલ થઈ હતી. આ રીલ એટલી વાયરલ થઈ હતી કે, મિસ્ટર ફૈઝુ સ્ટાર બની ગયો. કોરોના મહામારી દરમિયાન આ મ્યુઝિક પર અનેક લોકોએ રીલ બનાવી હતી. હવે ફરી આ રીલ ચર્ચામાં આવી છે. સીજેપી પ્રોટેસ્ટર દરમિયાન કેટલાક ઈન્ફ્યુલન્સરે આ રીલ બનાવી હતી. વાયરલ થઈ હતી.
હવે બોલિવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે પણ આ વાયરલ ટ્રેન્ડમાં ભાગ લઈ ચાહકોમાં ફેમસ થયા છે.
Thank you, @AnupamPKher, for bringing us into the 100+ million views club! pic.twitter.com/9xcg0th1bW
— Ranvir Shorey (@RanvirShorey) August 3, 2026
અનુપમ ખેરે ટ્રેન્ડ ફોલો કરતા ખોસલા કા ઘોસલા 2ના કો સ્ટાર બોમન ઈરાની, પ્રવીણ ડબાસ અને રણવીર શૌરીની સાથે મેરે મહેબુબ કયામત હોગી પર રીલ બનાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેવી અનુપમ ખેરે આ રીલ શેર કરી અને થોડા જ કલાકોમાં વાયરલ થઈ હતી. રીલમાં અનુપમ ખેર બોમન ઈરાની ,પ્રવીણ ડબાસ અને રણવીર શૌરીની આ રીલમાં એવી રીતે એક્ટિંગ કરતા જોવા મળ્યા જે રીતે મિસ્ટર ફેઝુએ પોતાના ફ્રેન્ડસની સાથે બનાવી હતી. આ વીડિયો દિગ્ગજ અભિનેતાએ શેર કર્યો છે. જેના પર ફિલ્મી દુનિયાના સ્ટાર તેમજતેના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અનુપમ ખેરની અપકમિંગ ફિલ્મની વાત કરવામાં આવે તો ખોસલા કા ધોસલા 2 સિવાય શ્રીરામ જન્મભૂમિમાં પણ જોવા મળી ચૂક્યા છે. શ્રી રામભૂમિમાં તે અશોક સિંધલના પાત્ર નિભાવશે. થોડા દિવસ પહેલા અનુપમ ખેરે ફિલ્મ પરથી પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. એક લાંબી પોસ્ટ પણ લખી હતી. પોતાનો લુક શેર કરતા અશોક સિંધલે કહ્યું એવું વ્યક્તિત્વ બતાવ્યું જે શ્રીરામ જન્મભૂમિ આંદોલનમાં આખી નિષ્ઠા અને દઢ સંકલ્પની સાથે ઉભા રહ્યા. સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી આ વીડિયોને Gen Z સાથે તુલના કરી રહ્યા છે.