તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? ખુલ્લેઆમ કરી નાખી ‘મનની વાત’

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુ કપૂર હાલમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયા માટે 'દૂધિયા બદન' જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. એવામાં અનુ કપૂરે પોતાની અસલી મનશા જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.

તમન્ના ભાટિયાને દૂધિયા બદન કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? ખુલ્લેઆમ કરી નાખી મનની વાત
| Updated on: Apr 24, 2026 | 5:50 PM

બોલિવૂડ અભિનેતા અનુ કપૂરે થોડા મહિના પહેલા એક પોડકાસ્ટ દરમિયાન તમન્ના ભાટિયા માટે ‘દૂધિયા બદન’ (દૂધ જેવું શરીર) જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા અને લોકોએ તેમને ‘ઠરકી બુઢ્ઢા’ જેવા નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું. જો કે, હવે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અનુ કપૂરે આ અંગે ખુલીને વાત કરી છે.

શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ: અનુ કપૂર

અનુ કપૂરે સ્વીકાર્યું કે, તેમની મનશા ખોટી નહોતી પરંતુ ખોટા શબ્દોનો ઉપયોગ કરીને તેમણે ભૂલ કરી છે. તેમના મતે, “જો આ જ વાત અંગ્રેજીમાં બોલવામાં આવે તો કોઈને વાંધો નથી આવતો પરંતુ હિન્દીમાં બોલતા જ સમસ્યા ઊભી થાય છે. જો મેં ‘દૂધિયા બદન’ ને બદલે ‘મિલ્કી બોડી’ (Milky Body) કહ્યું હોત, તો કદાચ કોઈ મુસીબત ન આવી હોત.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “તમન્નાની ઉંમર કેટલી હશે? 20-30 વર્ષની આસપાસ. મારા બાળકો પણ આ જ ઉંમરના છે. મેં માત્ર દૂધિયા બદન કહ્યું અને લોકોએ મને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.”

શું તમન્ના ભાટિયાની માફી માંગશે?

તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ આ નિવેદન માટે તમન્નાની માફી માંગશે? તો અનુ કપૂરે કહ્યું, “મેં જે શબ્દો કહ્યા છે, તેને સ્વીકારવામાં મને કોઈ સંકોચ નથી. જો ક્યારેય જરૂર પડશે, તો હું માફી માંગવા પણ તૈયાર છું. જો તમન્ના મને ક્યારેય પૂછશે કે, શું મેં આ શબ્દો કહ્યા છે, તો હું સીધું જ કહીશ કે ‘હા’ મેં કહ્યા છે અને જો તમને મારી વાતનું ખરાબ લાગ્યું હોય તો હું તમારા પગે પડવા પણ તૈયાર છું.”

Breaking News : 7 વર્ષ પછી મામી-ભાણેજનું મિલન, કૃષ્ણ અભિષેકે મામી સુનિતાના પગ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો

Follow Us