Antim: ફિલ્મનું પહેલું ગીત વિઘ્નહર્તા થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ

Follow us on

Antim: ફિલ્મનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ

| Edited By: | Updated on: Sep 09, 2021 | 10:49 PM

સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મનું પહેલું ગીત વિઘ્નહર્તા રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન અને આયુષ સાથે વરુણ ધવન પણ જોવા મળી રહ્યા છે. આ ગીત ગણેશોત્સવ પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું છે.

સલમાન ખાન (Salman Khan) અને આયુષ શર્મા (Aayush Sharma)ની ફિલ્મ ‘અંતિમ’ (Antim)નું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ (Vighnaharta) રિલીઝ થયું છે. આ ગીત ગણેશોત્સવ પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થયું છે, જેને ચાહકો માણી રહ્યા છે. ગીતમાં વરુણ ધવન ગણપતિ બાપ્પાની પૂજા કરતા જોવા મળે છે.

 

આ દરમિયાન સલમાન ખાન પોલીસના લુકમાં જોવા મળે છે અને આયુષ ગોળી ચલાવતા એન્ટ્રી લે છે. આ ગીત અજય ગોગાવાલેએ ગાયું છે, સંગીત હિતેશ મોદકે આપ્યું છે, જ્યારે ગીતો વૈભવ જોશીએ લખ્યા છે. આ ગીત ગણેશોત્સવ નિમિત્તે રીલીઝ કરવામાં આવ્યું છે અને ચાહકો તેને ખૂબ માણી રહ્યા છે.

 

અહીં વીડિયો જુઓ 

 

 

તમને જણાવી દઈએ કે સલમાન અને વરુણ ધવનના પિતા ડેવિડ ધવન વચ્ચે ખૂબ જ સારૂ બોન્ડિંગ છે. તેથી જ્યારે સલમાને આ ગીત માટે વરુણને બોલાવ્યા ત્યારે તેમણે તરત જ તેને હા પાડી દીધી હતી. ફિલ્મ વિશે વાત કરતા સલમાન એક શીખ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે, જે તેમના વિસ્તારમાં ગેંગ વોર અને જમીન માફિયાઓને સમાપ્ત કરવા માટે નીકળે છે. ફિલ્મમાં સલમાન અને આયુષ વચ્ચે જબરદસ્ત ટક્કટ જોવા મળશે. બંને એકબીજા સાથે લડશે. તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું, જેમાં સલમાન અને આયુષ સામ-સામે જોવા મળી રહ્યા છે.

 

પ્રથમ વખત આવ્યા સામ સામે

પ્રથમ વખત સલમાન અને આયુષ એકબીજાની સામે જઈ રહ્યા છીએ અને એટલે જ ચાહકો બંને વચ્ચેની ટક્કર જોવા ઉત્સાહિત છે. અંતિમનું દિગ્દર્શન મહેશ માંજરેકર કરી રહ્યા છે. તે જ સમયે સલમાન ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. મહેશ અને સલમાન ભૂતકાળમાં ઘણી વખત સાથે કામ કરી ચૂક્યા છે. આ પહેલા બંનેએ ફિલ્મમાં સહ કલાકાર તરીકે કામ કરી ચુક્યા છે.

 

બીજી બાજુ સલમાન અને આયુષની વાત કરીએ તો બંનેએ અગાઉ સાથે કામ કર્યું છે. સલમાને પોતાની ફિલ્મ લવયાત્રી દ્વારા આયુષને લોન્ચ કર્યા હતા. આયુષની પહેલી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો, જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આયુષ સાથે વારિના હુસૈન મુખ્ય ભૂમિકામાં હતી.

 

આ ફિલ્મ પછી આયુષે બીજી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. તેમણે વિરામ લીધો હતો. જોકે તે આ ફિલ્મ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા હતા. તેમણે પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપ્યું અને હવે આયુષની આ બીજી ફિલ્મ છે.

 

 

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

 

આ પણ વાંચો :- Matrix 4: ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ રહ્યું છે પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ટ્રેલર