12 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અર્જુન કપૂર, કાકા અનિલ કપૂરે આપી હિંટ

|

Jun 24, 2024 | 12:46 PM

બિગ બોસ ઓટીટી 3ને હોસ્ટ કરી રહેલા અનિલ કપુરે કહ્યું કે, તેના પરિવારમાં જેના લગ્ન થશે તે કોણ હશે. અભિનેતાએ કહ્યું બીજું કોઈ નહિ પરંતુ અર્જુન કપુર હશે જેના ટુંક સમયમાં લગ્ન થશે.

12 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અર્જુન કપૂર, કાકા અનિલ કપૂરે આપી હિંટ

Follow us on

બિગ બોસ ઓટીટી 3 શરુ થઈ ચુક્યું છે. બિગ બોસ ઓટીટી 3ને બોલિવુડ સ્ટાર અનિલ કપુર હોસ્ટ કરી રહ્યા છે. જેને લઈ તે ખુબ ચર્ચામાં થઈ રહી છે. આ શો હોસ્ટ કરી રહેલા અભિનેતા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને કેટલીક વાતો ચાહકો સાથે દિલ ખોલી કરી રહ્યો છે. આ શોમાં તેમણે પોતાના પરિવારના લોકો વિશે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું તેના પરિવારમાં આગામી લગ્ન અર્જુન કપુરના થશે.

પરિવારમાં સૌથી ફેશનેબલ સભ્ય

તમને જણાવી દઈએ કે, શુક્રવારના 21 જૂનના રોજ બિગ બોસ ઓટીટીની સીઝન 3ની શરુઆત થઈ ચુકી છે. આ વખતે શોને સલમાન ખાન નહિ પરંતુ અનિલ કપુર હોસ્ટ કરી રહ્યા છે. તેમણે સલમાનના ચાહકોના દિલમાં સ્થાન બનાવી લીધું હતુ. આ શોની શરુઆતમાં અનિલ કપુરે પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાત શેર કરી અને કહ્યું કે, તે પોતાના પરિવારમાં સૌથી ફેશનેબલ સભ્ય છે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

 

 

કપૂર પરિવારમાં હવે કોના લગ્ન થશે ?

ભાઈ બોની કપુર વિશે કહ્યું કે, તે ઘરનો એવો સભ્ય છે જે ગમે ત્યાં મોડો જ પહોંચે છે. આ વાતચીત વચ્ચે અનિલ કપૂરે તેમના પરિવારમાં આગામી લગ્ન વિશે વાત કરી હતી. તેને પુછવામાં આવ્યું કે, કપુર પરિવારમાં કોના લગ્ન થશે, તો અભિનેતાએ કહ્યું આશા છે કે, અર્જુનના થાય.

અનિલ કપૂરે નાની એવી હિંટ આપી છે, જેનાથી કહી શકાય કે, અરોરા પરિવાર અને કપૂર પરિવારના ઘરે ટુંક સમયમાં જ ઢોલ વાગશે. થોડા સમય પહેલા એવા પણ અહેવાલો હતા કે, અર્જુન કપુર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું છે.  પરંતુ આ માત્ર એક અફવા સાબિત થઈ હતી.

જો આપણે અર્જુન અને મલાઈકાના લવ લાઈફની વાત કરીએ તો બંન્ને ખુબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંન્નેમાંથી કોઈએ જાહેરમાં આ વાત સ્વીકારી નથી.

આ પણ વાંચો : એક વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઝહીર ઈકબાલ, આવો છે શત્રુઘ્ન સિંહાના જમાઈનો પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article