બુલેટપ્રૂફ કાચ પાછળથી ફેન્સને મળ્યા Amitabh Bachchan, સુરક્ષા માટે ખડેપગે ઊભો રહ્યો Abhishek Bachchan

શું તમે અમિતાભ બચ્ચનનો આ નવો વીડિયો જોયો? દર રવિવારે બચ્ચનને મળવા માટે 'જલસા' બહાર ફેન્સની ભીડ વધતી જતી હોય છે. એવામાં આ વખતે બિગ બીએ ચાહકોને મળવા માટે એક અનોખો અને સુરક્ષિત રસ્તો અપનાવ્યો. બુલેટપ્રૂફ કાચના બોક્સમાંથી ફેન્સનું અભિવાદન કરતા અમિતાભ અને તેમની પાછળ સતર્ક નજરે ઊભેલા અભિષેક બચ્ચનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બુલેટપ્રૂફ કાચ પાછળથી ફેન્સને મળ્યા Amitabh Bachchan, સુરક્ષા માટે ખડેપગે ઊભો રહ્યો Abhishek Bachchan
| Updated on: Nov 02, 2026 | 3:27 PM

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક દશકોથી દર રવિવારે તેમના ઘર ‘જલસા’ની બહાર ફેન્સને મળતા આવ્યા છે. આ ખાસ દિવસ પર મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તેમની એક ઝલક મેળવવા માટે પહોંચે છે.

એવામાં અમિતાભ પણ પોતાના ચાહકોને નિરાશ નથી કરતા અને હાથ જોડીને કે હાથ હલાવીને તેમનું અભિવાદન કરે છે. જો કે, આ વખતે તેમના ઘરની બહાર ભેગા થયેલા ભીડ વચ્ચે કંઈક એવું જોવા મળ્યું કે, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું.

બુલેટપ્રૂફ કાચના બોક્સમાં આવ્યા ‘બહાર’

એક્ટર અમિતાભ બચ્ચન ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. આનું કારણ અમિતાભ બચ્ચનનો હમણાં જ સામે આવેલો એક વીડિયો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન ફેન્સને મળતા નજરે પડી રહ્યા છે. જો કે, આ વખતે અમિતાભ બચ્ચન એકદમ અલગ જ અંદાજમાં નજરે આવ્યા.

અમિતાભ બચ્ચન સુરક્ષા માટે બનાવેલા કાચના કેબિનમાં ઊભા જોવા મળ્યા. સામાન્ય રીતે તેમની આસપાસ એવો કોઈ સુરક્ષા ઘેરાવ હોતો નથી. કડક સુરક્ષા વચ્ચે પણ બચ્ચને ફેન્સ સાથે કરેલું પોતાનું વચન પૂરું કર્યું. જો કે, બુલેટપ્રૂફ કાચના બોક્સે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. અમિતાભ બચ્ચનનો આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પિતાની પાછળ ઊભા રહીને નજર રાખતા દેખાયા અભિષેક

બુલેટપ્રૂફ કાચના બોક્સની સાથે-સાથે અભિષેક બચ્ચને પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું. અમિતાભ બચ્ચન ચાહકોને મળી રહ્યા હતા, ત્યારે અભિષેક બચ્ચન પણ તેમના પિતા સાથે હાજર હતા. બીજું કે, જ્યારે અમિતાભ કાચના બોક્સમાંથી ચાહકોનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે અભિષેક તેમની પાછળ ઊભો હતો અને ભીડ પર નજર રાખી રહ્યો હતો.

આ અવસરે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત હતા અને ફેન્સને બેરિકેડિંગની પાછળ રાખવામાં આવ્યા હતા. આ બધી વ્યવસ્થા વચ્ચે અમિતાભે રવિવારની પરંપરા ચાલુ રાખી અને પોતાના ચાહકોને મળ્યા.

રાષ્ટ્રપતિ મુર્મુના ભૂતપૂર્વ ADC રિષભ સાંબ્યાલ બન્યા હીરો! હવે મોડલિંગથી શરુ કરી નવી ઇનિંગ

Follow Us
Loading...
Unable to load recommendations.