
Kaun Banega Crorepati 18 : કૌન બનેગા કરોડપતિ 18 સતત ચર્ચામાં છે. હાલમાં સોની ટીવી પર ઓન એર થયેલા એક લેટેસ્ટ એપિસોડમાં ભાવનગરના બહાદુર ડોક્ટર ગણેશ બારૈયા હોટસીટ પર પહોંચ્યા હતા. તેની લંબાઈ માત્ર 3 ફીટ છે પરંતુ તેનો જુસ્સો ખુબ મોટો છે. ડો. ગણેશ બારૈયાની સંધર્ષની સ્ટોરી અને તેના જુસ્સાને જોઈ અમિતાભ બચ્ચને ખુબ વખાણ કર્યા હતા. પરંતુ આ વચ્ચે સેટ પર એક ક્ષણ એવી આવી કે, બિગ બીએ શાલીનતાથી એક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
વાતચીત દરમિયાન જ્યારે ડોક્ટર ગણેશ બારૈયએ બિગ બી અને બોલિવુડના ગુણગાન ગાયા, ત્યારે અમિતાભ બચ્ચને તેમને ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો હતો.
રમત દરમિયાન બિગ બીએ ડોક્ટર ગણેશ બારૈયા ને કહ્યું અમે બહારથી તો સારા છીએ. પરંતુ જો કોઈ સારવાર કરાવવાનો વાળો આવ્યો તો તમારી પાસે આવશું. આના વિશે ડોક્ટર ગણેશ બારૈયાએ સ્માઈલ કરતા કહ્યું. તમે તો બોલિવુડના શહેનશાહ છો. આટલા મોટા દિગ્ગજ કલાકાર છો. તમારે મારા જેવા નાના ડોક્ટર પાસે સારવાર કરાવવાની જરુર કેમ પડશે.
આ સાંભળતા જ અમિતાભ બચ્ચને સ્માઈલ કરતા કહ્યું ડોક્ટર સાહેબ આ 3-4 ઉપલ્બધિઓ આપી છે. શહેનશાહ અને બીજું બધુ તેનો ડોક્ટર અને સ્વાસ્થ સાથે શું લેવા દેવા. સ્વાસ્થ મામલે તો આપણે બધા બરાબરી પર છીએ.
આ વાતચીતને આગળ વધારતા અમિતાભ બચ્ચને આ શબ્દ પર આપત્તિ વ્યક્ત કરી હતી.જેનો ઉપયોગ ભારતીય સિનેમા માટે કરવામાં આવે છે. તેમણે ગણેશ બારૈયાને પ્રેમથી કહ્યું. એક વાત ડોક્ટર સાહેબ આ જે શબ્દ છે ને બોલિવુડ આ મને બિલકુલ પસંદ નથી. તમે આને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહો. બિગ બીની આ વાત પર ડો. ગણેશ બારૈયાને હા પાડી. અમિતાભ બચ્ચન કેટલાક વર્ષોથી માને છે કે, આપણી એક સમુદ્ધ ભાષા અને સાંસ્કૃતિક ઓળખ છે. આ માટે હિન્દી સિનેમાને કોઈ વિદેશી શબ્દના રુપમાં બોલિવુડ કહેવા કરતા ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહેવું સાચું સન્માન છે.