અમિતાભ બચ્ચને જણાવી જિંદગીની ‘અસલ સચ્ચાઈ’, પોતાની જ પોસ્ટમાં ખોલ્યું ‘મોટું રહસ્ય’

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. એક તરફ તેઓ પોતાના નવા બ્લોગમાં જીવનનું મોટું સત્ય અને વિચારો શેર કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના ઘર 'જલસા' ને મળેલી બોમ્બની ધમકીઓને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

અમિતાભ બચ્ચને જણાવી જિંદગીની અસલ સચ્ચાઈ, પોતાની જ પોસ્ટમાં ખોલ્યું મોટું રહસ્ય
Image Credit source: AI Generated
| Updated on: Nov 14, 2026 | 5:02 PM

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા અને પોતાના બ્લોગ દ્વારા અવારનવાર ફેન્સ સાથે તેમની જિંદગી સાથે જોડાયેલા અનુભવો શેર કરતા રહે છે. ક્યારેક તેઓ તેમના જૂના દિવસોને યાદ કરે છે, તો ક્યારેક કામ અને રોજિંદા જીવનની નાની-નાની બાબતો પર પોતાના વિચારો લખે છે.

ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ફેમ એક્ટરની લખેલી વાતો ઘણીવાર લોકોને જીવનને એક અલગ નજરિયાથી જોવાની તક આપે છે. આ વખતે પણ એક્ટરે પોતાના બ્લોગમાં કંઈક આવું જ લખ્યું છે. તેમણે વીતેલા સમય અને આજની પરિસ્થિતિ વચ્ચેના તફાવતને એક રસપ્રદ અંદાજમાં રજૂ કર્યો છે. તેમનો આ બ્લોગ એવા સમયે આવ્યો છે, જ્યારે એક્ટરને એક પછી એક ધમકીઓ મળી રહી છે.

અમિતાભ બચ્ચને જણાવ્યું જીવનનું ‘સૌથી મોટું સત્ય’

એક્ટર અમિતાભ બચ્ચન ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ અમિતાભ બચ્ચનનો એક નવો બ્લોગ છે. અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, ‘જ્યારે મળતું નહોતું, ત્યારે માંગતા હતા અને ગમે તે મળી જાય, પણ મળી જાય. હવે જ્યારે ઈશ્વરની કૃપાથી મળી રહ્યું છે તો કહી રહ્યા છીએ – એટલું મળી ગયું છે, રાખીશું ક્યાં? જીવનનું ખૂબ મોટું સત્ય છે આ – જ્યારે નહોતું તો માંગવામાં આવતું હતું પરંતુ મળતું નહોતું. હવે વગર માંગે મળતું જઈ રહ્યું છે અને સમજમાં નથી આવતું કે – માંગ્યું તો હતું પણ એટલું નહીં!!!! અરે મિયાં, તમારા કહેવા પર દુનિયા નથી ચાલતી.. તમે તો ગમે તે કહો, દુનિયા ચાલતી જાય છે.. જો તમે દોડીને પકડી લીધું, તો ઠીક, ન પકડી શક્યા હો તો – ઠન ઠન ગોપાલ!! હવે ચાલ્યા અમે ઊંઘ પકડવા.’

‘Jalsa’ ને મળી હતી બોમ્બથી ઉડાડવાની ધમકી

હાલમાં જ અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ઘર ‘Jalsa’ ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. 12 નવેમ્બરે મુંબઈમાં એક ધમકીભર્યો ઈમેલ સામે આવ્યો હતો, જેમાં અમિતાભના ઘર ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મેયર ઓફિસ, મહાલક્ષ્મી સ્ટેડિયમ અને પંજાબ નેશનલ બેંકની એક બ્રાંચનો પણ ઉલ્લેખ હતો.

આ પછી મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. અલગ-અલગ જગ્યાઓ પર તલાશી લેવામાં આવી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. પોલીસ ઈમેલની સચ્ચાઈ અને તેને મોકલનારની ઓળખ મેળવવામાં લાગેલી છે. આ પહેલા ઓક્ટોબરમાં પણ એક ધમકીભર્યા ઈમેલમાં અમિતાભના ઘરનું નામ હતું.

‘વાસ્તે’ ફેમ સિંગર Dhvani Bhanushali એ કરી ‘સગાઈ’, બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી

Follow Us
Loading...
Unable to load recommendations.