
મુંબઈમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોની સાથે મોટી હસ્તીઓના ઘર પણ પાણીમાં ડુબી ગયા છે. કેટલાક એવા રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થયા છે. મુંબઈના વરસાદનો સામનો અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત અનેક દિગ્ગજ અભિનેતાઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલમાં અમિતાભ બચ્ચનનો જુહુ બંગલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલો પ્રતિક્ષા મુંબઈનો ફેમસ આઈકનમાંથી એક છે. પરંતુ હાલમાં તેની દીકરી શ્વેતા બચ્ચન પાસે છે. આ બંગલામાં મુંબઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા જોવા મળ્યું છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્ષા બંગલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તાઓથી લઈ બંગલાની અંદર કેમ્પસમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, જુઓ કેટલું પાણી ભરાયેલું છે. મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નહી.આ વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે,ગમે તેટલા પૈસા હોય હજારો કરોડો પણ મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નથી.આ વીડિયોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.
#AmitabhBachchan #MumbaiRains #viralvideo pic.twitter.com/ilP1ddf5bA
— Diksha Sharma (@DikshaS17150327) August 19, 2025
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનનો આ મુંબઈ સ્થિત બંગલો ફિલ્મ શોલોની શાનદાર સફળતાઓ બાદ ખરીદ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનનું આ ઘર 1978માં ખરીદ્યું હતુ. જેનો ભાવ હાલમાં અંદાજે 50 કરોડ રુપિયાથી વધુ છે. આ ઘર એટલા માટે મહત્વપૂર્ણ છે કે, બંન્ને બાળકો શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચનનો જન્મ પણ થયો ન હતો.આ બંગલાનું નામ પ્રતિક્ષા તેના પિતા કવિ હરિવંશ રાય બચ્ચનને રાખ્યું હતુ.
શરૂઆતમાં અમિતાભ તેમના માતાપિતા હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન સાથે પ્રતિક્ષામાં રહેતા હતા, બાદમાં તેમનો પરિવાર નજીકમાં આવેલા તેમના બીજા બંગલા જલસામાં શિફ્ટ થયો.