
Amitabh Bachchan Instagram Post : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 80 વર્ષની ઉંમરે પણ યુવાઓ જેવી એનર્જી ધરાવે છે. મેગાસ્ટાર ‘બિગ બી’ ઘણીવાર શૂટિંગ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા પર મજેદાર કિસ્સાઓ શેયર કરતા રહે છે. હાલમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ પોતાની ઈસ્ટાગ્રામ પર વર્ષો જૂનો એક ફોટો શેયર કર્યો છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે તેમના હાથમાં બે બાળકીઓ છે.
આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં જોવા મળી રહેલી બે બાળકીઓનું બોલિવૂડ સાથે કનેક્શન છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની આ પોસ્ટને જોઈ ફેન્સ ખુબ ખુશ થયા હતા. ફેન્સ આ 2 બાળકીઓને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને કેટલાક ફેન્સ મજેદાર પ્રતિક્રિયા આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી રહ્યા હતા.
આ પણ વાંચો : Sushant Singh: સુશાંતને યાદ કરીને ભાવુક થઈ બહેન શ્વેતા, રિયા ચક્રવર્તીએ શેર કર્યો Video
જણાવી દઈએ કે ફોટોમાં જોવા મળી રહેલી 2 બાળકીઓ પૈકી સફેદ રંગના ડ્રેસમાં ટ્વિંકલ ખન્ના છે, જ્યારે અમિતાભ બચ્ચનના ડાબા હાથમાં તેમની દીકરી શ્વેતા બચ્ચન છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં બિગ બી સરસ મજાની ટોપી પહેરીને જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. બિગ બી આ પોસ્ટમાં પણ રમૂજૂ કેપ્ટશન લખ્યું હતું.
તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, તો અહીં સફેદ રંગમાં ટ્વિંકલ ખન્ના અને ડાબી બાજુ શ્વેતાના જન્મદિવસ પર શ્વેતા છે. ટ્વિંકલ એ હવે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે. શ્વેતા, મારી દીકરી એ નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. જે નવ્યા નંદા અને અગસ્ત્ય નંદાની માતા છે. જે તેની પ્રથમ ફિલ્મમાં પ્રવેશ કરી રહ્યા છે..ટ્વિંકલ અહી સાવચેતીભરી નજરે જોઈ રહી છે.. શ્વેતાએ હમણાં જ એક ગોલ કર્યો છે.
પોતાના પિતાની ઓ પોસ્ટ પર શ્વેતા એ ‘ખુબ મજેદાર’ એવી કોમેન્ટ કરી છે. નિમ્રત કૌર અને હુમા કુરૈશી જેવી બોલિવૂડ હસ્તીઓએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આ પોસ્ટ પર આપી રહ્યા છે. જણાવી દઈએ કે, શ્વેતાનો દીકરો અગસ્ત્ય નંદા આવનારા સમયમાં જોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીજ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને બોની કપૂરની દીકરી ખુશી કપૂર પણ ડેબ્યૂ કરશે.
આ પણ વાંચો : Javed Akhtarએ નશામાં લખ્યું એવું ગીત, આટલા વર્ષ પછી પણ થઈ રહી છે ચર્ચા