21 Years of Lagaan : આમિર ખાનની ‘લગાન’ને 21 વર્ષ થયા પૂરા, ફિલ્મની આખી ટીમ સાથે એક્ટરે ઘરે જ મનાવ્યો જશ્ન
15 જૂન, 2001ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'લગાન'ને (Lagaan) નેશનલ ફિલ્મ એવોર્ડથી લઈને આઈફા અને ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા હતા.
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની (Aamir Khan) ક્રિકેટ ડ્રામા લગાનને (Lagaan) 15 જૂને રિલીઝ થયાને 21 વર્ષ પૂરા થયા છે. તેને સેલિબ્રેટ કરવા માટે આમિર ખાને આજે તેના ઘરે મરીનામાં ગેટ ટુ ગેધર રાખ્યો છે. આ પાર્ટીમાં ફિલ્મની પૂરી કાસ્ટ સામેલ થશે. આ ફિલ્મ આમિર ખાનના દિલની ખૂબ નજીક છે. ‘લગાન’ તેના સમયની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે અને તેને એવરગ્રીન ફિલ્મ પણ કહેવામાં આવે છે. જે દરેક એજગ્રુપના લોકો એકસાથે બેસીને એન્જોય શકે છે.
ઓસ્કારમાં નોમિનેટ થયેલી ફિલ્મ
‘લગાન’ ફિલ્મ ભારતના ઈતિહાસમાં મધર ઈન્ડિયા સિવાય એકમાત્ર ફિલ્મ બની હતી, જેને બેસ્ટ ફોરેન લેંગ્વેજની ફિલ્મ તરીકે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. ફિલ્મને રિલીઝ થયાને 21 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ ફિલ્મની લોકપ્રિયતા હજુ સુધી છે. ફિલ્મના 21 વર્ષને સેલિબ્રેટ કરવા માટે સ્ટાર કાસ્ટ આજે આમિર ખાનના ઘરે ભેગાં થવા માટે તૈયાર છે. ગયા વર્ષે આ મેગા-બ્લોકબસ્ટર ફિલ્મની સફળતાની સેલિબ્રેટ કરવા માટે ફિલ્મની સમગ્ર ટીમ વર્ચ્યુઅલ રીતે એકસાથે આવી હતી.
ફિલ્મે બનાવ્યા છે એવોર્ડના રેકોર્ડ
લગાન ફિલ્મે તેના સમયમાં એવોર્ડ્સના ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આઈફા એવોર્ડની શરૂઆત ત્યારે જ થઈ હતી. અમર ઉજાલાને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતા યશપાલે જણાવ્યું હતું કે આઈફા એવોર્ડમાં જ લગાન ફિલ્મનું પ્રીમિયર થવાનું હતું પરંતુ મારી પાસે પાસપોર્ટ નહોતો. તાત્કાલિકમાં પાસપોર્ટ બનાવ્યો. યશપાલ આગળ વધુમાં જણાવે છે કે તેને યાદ છે કે મુંબઈના ગેટ્ટી ગેલેક્સીમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. ફોન પર જ અમે પબ્લિક રિસ્પોન્સ પણ લાઈવ સાંભળ્યો. ખાસ કરીને એ સીન જેમાં છેલ્લા છ બોલ બાકી રહે છે.
રિલીઝ થવા માટે તૈયાર છે ‘લાલ સિંહ ચઢ્ઢા’
આમિર ખાન 11 ઓગસ્ટ 2022ના રોજ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ માટેની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે ફરી એકવાર કરીના કપૂર લીડ રોલમાં જોવા મળશે અને મોના સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ એવી ચર્ચાઓ છે કે આમિર ખાન આરએસ પ્રસન્નાની ફિલ્મમાં પણ કામ કરશે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આ સ્પેનિશ ફિલ્મની હિન્દી રિમેક હશે. આ ફિલ્મ પર આમિર ઓક્ટોબરમાં કામ શરૂ કરી શકે છે.