34 વર્ષ પહેલાં આ અભિનેત્રી વેનિટીનો કોન્સેપ્ટ લાવી હતી, આજે આ અભિનેતા પાસે છે 7 કરોડની વેનિટી વેન

અભિનેત્રી પૂનમ ઢિલ્લોને બોલિવુડ અને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ સેન્ટર માનવામાં આવે છે. આનું કારણ એ છે કે, તે ઈન્ડસ્ટ્રીની પહેલી એવી અભિનેત્રી છે. જે વેનિટી વેનનો કોન્સેપ્ટ લાવી હતી. તેમણે આ વાતનો દાવો કર્યો હતો.

34 વર્ષ પહેલાં આ અભિનેત્રી વેનિટીનો કોન્સેપ્ટ લાવી હતી, આજે આ અભિનેતા પાસે  છે 7 કરોડની વેનિટી વેન
| Updated on: Jul 01, 2025 | 11:23 AM

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજે જે સ્થાને છે ત્યાં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. આજે આ ઈન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધી ગઈ છે પરંતુ પહેલા આવું નહોતું. આજે સ્ટાર શૂટિંગ દરમિયાન વેનિટી વેનનો ઉપયોગ કરે છે. કેટલાક સ્ટારે પોતાની વેનિટી વેન ખરીદી છે. પરંતુ 90sના સમયમાં પહેલા આવું કાંઈ ન હતુ. પરંતુ 90sમાં એક અભિનેત્રી આવી જેમણે બોલિવુડની વર્કિંગ પેટર્ન બદલી નાંખી હતી. આ અભિનેત્રીનું નામ છે પૂનમ ઢિલ્લોન, પૂનમ એક એવી અભિનેત્રી માનવામાં આવતી જે સૌથી પહેલા ઈન્ડસ્ટ્રીમાં વેનિટી વેનનો કોન્સેપ્ટ લઈને આવી હતી.

પૂનમે કહ્યું વેનિટી મારી કંપનીનું નામ હતુ. તમારે કોઈ કંપની છે તો કોઈ નામ તો આપવું પડશે. મારી એક ખાસ ફ્રેન્ડ જર્નલિસ્ટ હતી. હવે તે આ દુનિયામાં નથી. તે સમયે એડિટર હતી. તે સમયે હું આ બધું પ્લાન કરી રહી હતી. તો મારે મારી કંપનીનું નામ પણ રાખવાનું હતુ. મે તેમને કહ્યું કોઈ નામ સજેસ્ટ કરે. અમે બધા નામને લઈ વાતો કરી રહ્યા હતા. તેમાંથી તેમણે મને વેનિટી નામ સજેસ્ટ કર્યું અને મને આ નામ સારું લાગ્યું હતુ.પૂનમે આગળ કહ્યું, ત્યારથી આ નામ સામાન્ય થઈ ગયું અને મેકઅપ વાનને વેનિટી વાન તરીકે ઓળખવામાં આવ્યું. વેનિટી અહીં નથી, વેનિટી અહીં મૂકો, હું કહેતી હતી કે આ મારી કંપનીનું નામ છે.

 

 

કયા અભિનેતા પાસે સૌથી મોંઘી વેનિટી વેન છે?

આજે વેનિટી વેનની ચર્ચાઓ ખુબ થાય છે.શરુઆતના સમયમાં અમુક સ્ટાર પાસે જ વેનિટી વાન હતી. પરંતુ હવે બધાની જરુરત બની ગઈ છે. જે સ્ટાર્સ પોતાની વેનિટી વેન ખરીદી શકતા નથી. તે પોતો ભાડે વેનિટી વેન લઈ કામ ચલાવે છે. પરંતુ જો તમારે પ્રોજેક્ટની શૂટિંગ અલગ -અલગ લોકેશન પર કરવું હોય ત્યારે વેનિટી વેન આજે એક જરુરત બની ગઈ છે. જેમાં તમામ સુવિધાઓ મળી રહે છે.

 

 

જો આપણે બોલિવુડ સ્ટારની વાત કરીએ તો અનેક એવા કલાકારો છે. જેમની પાસે પોતાની વેનિટી વેન છે. આ સ્ટાર્સમાં અક્ષય કુમાર,શાહરુખ ખાન, અલ્લુ અર્જુન અને સલમાન ખાનના નામ સામેલ છે. આ એ કલાકારો છે. જેમની વેનિટી વેન ખુબ મોંઘી છે અને આકર્ષક પણ છે પરંતુ જો સૌથી મોંઘી વેનિટી વેનની વાત કરીએ તો સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પાસે છે. રિપોર્ટ મુજબ તેની પાસે જે વેનિટી વેન છે તેની કિંમત અંદાજે 7 કરોડ રુપિયાની આસપાસ છે. તો શાહરુખ ખાન , અક્ષય કુમાર અને સલમાન ખાનની વેનિટી વેનની કિંમત 4-6 કરોડ રુપિયા વચ્ચે છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો