WAVES 2025: ‘પુષ્પા 2’ પછી અલ્લુ અર્જુનનું જીવન કેટલું બદલાઈ ગયું ? ખુદ પુષ્પાએ આપ્યો જવાબ

'પુષ્પા 2' સાથે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનાર પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને મુંબઈમાં આયોજિત વેવ્સ સમિટ (WAVES 2025) માં હાજરી આપી હતી. તેમણે 'ટેલેનેટ બિયોન્ડ બોર્ડર્સ' વિષય પર TV9 ના CEO અને MD બરુણ દાસ સાથે વાત કરી.

WAVES 2025: પુષ્પા 2 પછી અલ્લુ અર્જુનનું જીવન કેટલું બદલાઈ ગયું ? ખુદ પુષ્પાએ આપ્યો જવાબ
| Updated on: May 01, 2025 | 6:22 PM

મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ શરૂ થઈ ગઈ છે. આ ચાર દિવસીય કાર્યક્રમમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે અને વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને સમિટના પહેલા દિવસે હાજરી આપી હતી. તેમણે TV9 ના CEO/MD બરુણ દાસ સાથે વાત કરી.

અલ્લુ અર્જુને ‘ટેલેન્ટ બિયોન્ડ બોર્ડર્સ’ વિષય પર વાત કરી. આ દરમિયાન, જ્યારે અલ્લુ અર્જુનને પૂછવામાં આવ્યું કે ‘પુષ્પા 2’ રિલીઝ થયા પછી છેલ્લા 6 મહિનામાં તેનું જીવન કેટલું બદલાઈ ગયું છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા, તેમણે ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો WAVES માટે આભાર માન્યો.

આ પ્રશ્નના જવાબમાં અલ્લુ અર્જુને કહ્યું, “હવે બધા મારા ચહેરાને ઓળખે છે. હું એક રિજનલ અભિનેતા છું, પરંતુ ‘પુષ્પા’ને કારણે બધા મને ઓળખે છે.”

Published On - 6:05 pm, Thu, 1 May 25