પતિની હાજરીમાં આલિયાએ કહ્યુ “ઈજ્જત સે જીને કા,કિસી સે ડરને કા નહીં… ઈન મરદોં કો કિસ બાત કા ગુરુર?”- જુઓ Video

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા એક સાથે દેખાય છે કે તેમનો વીડિયો તુરંત વાયરલ થી જાય છે. આ વખતે બંને દુબઈમાં એકસાથે જોવા મળ્યા. જ્યાં આલિયા બધા લોકોની વચ્ચે ખુલ્લેઆમ બોલતી જોવા મળી, "મર્દો કો કિસ બાત કા ગુરુર"- જુઓ Video

પતિની હાજરીમાં આલિયાએ કહ્યુ ઈજ્જત સે જીને કા,કિસી સે ડરને કા નહીં... ઈન મરદોં કો કિસ બાત કા ગુરુર?- જુઓ Video
| Updated on: Nov 13, 2025 | 6:57 PM

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડીને લોકો ઘણી પસંદ કરે છે. બંને જ્યારે પણ એકસાથે જોવા મળે છે, તો બંનેના ચહેરા પર હલ્કી એકદમ સ્વીટ સ્માઈલ જોવા મળે છે. ફરી આ કપલનો એક વીડિયો વાયરલ થયો છે જેમા કપૂર ખાનદાનની બહુએ દુબઈમાં DAMAC ગૃપની એક ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં આલિયાએ એવુ કરી નાખ્યુ કે રણબીર કરતા વધુ તો તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આલિયા અને રણબીર બંને સ્ટેજ પર હતા. નીચે સેંકડો લોકોની ભીડ તેમને જોઈ રહી હતી અને એવામાં આલિયાએ પતિ રણબીરની સામે કહી દીધુ કે “મર્દો કો કિસ બાત કા ગુરુર”

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા આલિયાની સ્ટાઈલ પણણ એકદમ સુપરહિટ લાગી રહી છે. સ્લિટ ગાઉનમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. જો કે આલિયા એ જે કહ્યુ તેની પાછળનું કારણ પણ જાણી લઈએ…

આલિયાએ કહ્યુ, “મર્દો કો કિસ બાત કા ગુરુર?”

આલિયા ભટ્ટ જ્યારે કોઈ ઈવેન્ટમાં જાય છે તો લોકો તેની પાસે ડાંસ કરવાની અને ડાયલોગ બોલવાની વિનંતિ કરે છે. લેટેસ્ટ સામે આવેલા વીડિયોમાં પણ કંઈક એવુ જ જોવા મળી રહ્યુ છે. આલિયા સ્ટેજ પર તેની ફિલ્મ ‘ગુગુબાઈ’નો ડાયલોગ બોલવા લાગે છે “ઈજ્જત સે જીને કા.. કિસી સે ડરને કા નહીં… જબ શક્તિ, સંપત્તિ, સદ્દબુદ્ધિ,તીનો હી ઔરતે હે તો ઈન મરદો કો કિસ બાત કા ગુરુર.” વાઈફના કમાલના ડાયલોગને રણબીર પણ સ્ટેજ પર સાંભળતા જોવા મળ્યો હતો.

જુઓ વીડિયો

ગુજરાતમાં છુટાછેડાનો અજીબો ગરીબ કિસ્સો, ડોગ લવર પત્નીથી કંટાળી પતિએ હાઈકોર્ટમાં માગ્યો ડિવોર્સ

Published On - 6:56 pm, Thu, 13 November 25