‘વિરાટ કોહલી કે રોહિત શર્મા’ને મનપસંદ ક્રિકેટર કહેવા પર ટ્રોલ થઈ આલિયા ભટ્ટ, યુઝર્સે કહ્યું- ‘મતલબ કંઈપણ’

|

Feb 26, 2022 | 3:15 PM

વીડિયોમાં આલિયા કહી રહી છે કે, તેનો (Alia Bhatt Favorite Cricketer) ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) છે કે રોહિત શર્મા (Rohit Sharma). જ્યારે આલિયાએ આ સવાલનો જવાબ પોતાની સ્ટાઈલમાં આપ્યો તો ઘણા લોકોને તેનો જવાબ પસંદ ન આવ્યો.

વિરાટ કોહલી કે રોહિત શર્માને મનપસંદ ક્રિકેટર કહેવા પર ટ્રોલ થઈ આલિયા ભટ્ટ, યુઝર્સે કહ્યું- મતલબ કંઈપણ
alia bhatt (Image-Instagram)

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt) આજકાલ ઘણી ચર્ચામાં છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) સ્ટાર આલિયાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા કહી રહી છે કે, તેનો ફેવરિટ ક્રિકેટર (Alia Bhatt Favorite Cricketer) વિરાટ કોહલી (Virat Kohli) છે કે રોહિત શર્મા (Rohit Sharma). જ્યારે આલિયાએ આ સવાલનો જવાબ પોતાની સ્ટાઈલમાં આપ્યો તો ઘણા લોકોને તેનો જવાબ પસંદ ના આવ્યો. ખરેખર, આ ત્યારે થયું જ્યારે આલિયા એક ઈન્ટરવ્યુ આપી રહી હતી અને તે દરમિયાન તેને તેના ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું તો આલિયાએ ડિપ્લોમેટિક જવાબ આપ્યો અને કહ્યું- ‘હાલમાં રોહિત અને વિરાટ ઓલ ટાઈમ ફેવરિટ.’

આલિયા ભટ્ટનો જવાબ સાંભળીને યુઝર્સે કરી ટ્રોલ

આલિયાના આ જવાબથી લોકોએ તેને તેના ક્રિકેટ નોલેઝ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આલિયાને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, જો તે એક સવારે વિરાટ કોહલી તરીકે જાગી તો શું કરશે? તો આના પર અભિનેત્રીએ જવાબ આપ્યો કે, તે લાંબો બ્રેક લેશે. કારણ કે તે લાંબા સમયથી કામ કરી રહી છે અને ખૂબ જ મહેનત કરી રહી છે. આલિયાએ કહ્યું કે, જો તે એક સવારે રોહિત તરીકે જાગી જશે તો તે પોતાને બ્રેક આપવાનું પસંદ કરશે નહીં અને તેની ટીમ માટે પ્રેરણા બનવા માટે મેદાનમાં રહેવાનું પસંદ કરશે.

શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી

જૂઓ આ વીડિયો…

લોકો આવી કોમેન્ટ કરવા લાગ્યા

આ વીડિયો જોઈને સાહિલ રાવત નામના યુઝરે લખ્યું- ‘તે વિરાટ કોહલીનું નામ કેવી રીતે લઈ શકે કે તેનો ફેવરિટ વિરાટ છે? અને હાલમાં રોહિત? આનો મતલબ શું થયો? તેમને કહો કે વિરાટ કોહલી હજુ પણ રમી રહ્યો છે, સમજો. વિરાટ રાજા છે. મતલબ કે તે કંઈ પણ બોલી રહી છે.’ સુશાંત મેહરાના આ વીડિયો પર આલિયાની મજાક ઉડાવતા આકાશ વર્મા નામના યુઝરે લખ્યું- ‘ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ હાહાહા.’ હર્ષલ નામના વ્યક્તિએ લખ્યું- ડિપ્લોમેટિક જવાબ ઔડ ઇટ્સ બેસ્ટ. તો એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું – અરે કંઈ નહીં, બસ આલિયા વર્તમાન બાબતોને ફોલો કરી રહી છે.

આ પણ વાંચો: Gangubai Kathiawadi Box Office Collection Day 1: આલિયા ભટ્ટની ફિલ્મે ઓપનિંગ ડે પર મચાવી ધમાલ, બોક્સ ઓફિસ પર કરી તગડી કમાણી

આ પણ વાંચો: તમે કહી શકો કે હું ખરાબ ડાન્સર કે એક્ટર છું પરંતુ, ગંગુબાઈ’નું ટ્રેલર અને ‘ઢોલિડા’ ગીતનો રિસ્પોન્સ જોયા પછી Alia Bhatt એ આ વાત કહી

Next Article