આલિયા ભટ્ટ તેના બાળપણના પ્રેમ રણબીર કપૂર સાથે ફેરા લેવા જઈ રહી છે, ઘણી રસપ્રદ છે તેમની લવ સ્ટોરી

|

Apr 06, 2022 | 9:21 AM

કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ચેમ્બુરના આર કે હાઉસમાં લગ્નના સાત ફેરા લેવાના છે. જો કે, બંને પક્ષો તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આલિયા ભટ્ટ તેના બાળપણના પ્રેમ રણબીર કપૂર સાથે ફેરા લેવા જઈ રહી છે, ઘણી રસપ્રદ છે તેમની લવ સ્ટોરી
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)

Follow us on

Ranbir Kapoor-Alia Bhatt: એવું લાગી રહ્યું હતું કે, 2021થી શરૂ થયેલી લગ્નની આ સિઝન ધીમે-ધીમે તેના અંતના આરે પહોંચી ગઈ છે, પરંતુ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Rabir Kapoor) લગ્નના સમાચાર આવ્યા બાદ ફરી એકવાર ખુશીની આ મોસમ આવી ગઈ છે. ‘રાલિયા’ નામથી ચાહકોના દિલ પર રાજ કરનારી આ સેલિબ્રિટી કપલના લગ્ન પર બધાની નજર ટકેલી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ બંને લવ બર્ડ એપ્રિલમાં લગ્ન કરવાના છે. આલિયા અને રણબીરની આ લવસ્ટોરી ખુદ આલિયા ભટ્ટ માટે સપનાથી ઓછી નથી. જોકે બંનેએ પોતાના સંબંધોને કેમેરાની નજરથી દૂર રાખ્યા હતા. તો ચાલો રણબીર કપૂર અને આલિયાની અનોખી લવ સ્ટોરી પર એક નજર કરીએ.

આલિયાએ રણવીર વિશે કહ્યું આવું

ઘણા લોકો જાણતા નથી, પરંતુ આલિયાએ કહ્યું હતું કે, તેણી માત્ર 11 વર્ષની હતી ત્યારે રણબીર પર પહેલીવાર ક્રશ હતી. અભિનેત્રીએ આ વાતનો ખુલાસો ત્યારે કર્યો જ્યારે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’ માટે ઓડિશન આપી રહી હતી. જ્યાં રણબીર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. જ્યારે આલિયાએ તે ઓડિશન દરમિયાન રણબીરને જોયો ત્યારે તે તેના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, પછી આ પ્રેમ માત્ર ‘બાળપણના ક્રશ’ પૂરતો જ સીમિત હતો.

રણબીર સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી હતી વ્યક્ત

વર્ષો પછી, આલિયાએ 2014માં અભિનેત્રી તરીકે બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી. તેણે કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણના એક એપિસોડ દરમિયાન રણબીર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં રણબીર તે વર્ષે આલિયાની ફિલ્મ ‘હાઈવે’ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પણ પહોંચ્યો હતો. આલિયા અને રણબીર બંનેના નામ વર્ષોથી બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે જોડાયેલા હતા. પરંતુ કોઈ કારણસર આ વાત આગળ વધી શકી ન હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2017માં એકબીજાને ડેટ કરવાનું કર્યું શરૂ

જો કે, 2017માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ હતી. છેલ્લે 2018માં બંને સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એક કપલ તરીકે તેમની પ્રથમ ઉપસ્થિતિ હતી. આ દેખાવ પછી તરત જ રણબીરે એક અખબારને તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સમયે, તેણે કહ્યું હતું કે, તેમનો સંબંધ “નવો” છે અને તે તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Suchitra Sen Birth Anniversary: એવું તે શું થયું કે કલકત્તાની હોટલમાં રોકાયેલા ગુલઝારને લેવા સુચિત્રા સેન અચાનક પહોંચી ગઈ? જાણો આખી વાત

આ પણ વાંચો: Surat : જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી, સુરતની સુંદરતા બગાડનારા લોકોને સીસીટીવી થકી પકડીને દંડ કરાશે

Next Article