આલિયા ભટ્ટ અને વરુણ ધવન ફરી સાથે જોવા મળશે, હવે હમ્પ્ટી શર્મા અને બદ્રી કી દુલ્હનિયા પછી આગામી ફિલ્મ માટે છે તૈયાર

|

Apr 24, 2022 | 4:10 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને વરુણ ધવન દુલ્હનિયા રી-યુનિયન (Alia Bhatt-Varun Dhawan Re-Union) કરી શકે છે. હા, દુલ્હનિયા ફ્રેન્ચાઇઝી પાર્ટ 3 વિશે સમાચાર આવી રહ્યા છે કે, આલિયા ભટ્ટ અને વરુણ ધવન આ ફિલ્મમાં ફરી સાથે જોવા મળી શકે છે.

આલિયા ભટ્ટ અને વરુણ ધવન ફરી સાથે જોવા મળશે, હવે હમ્પ્ટી શર્મા અને બદ્રી કી દુલ્હનિયા પછી આગામી ફિલ્મ માટે છે તૈયાર
alia bhatt and varun dhawan

Follow us on

ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં (Student Of The Year) વરુણ ધવન (Varun Dhawan) અને આલિયા ભટ્ટની જોડીએ જબરદસ્ત કેમેસ્ટ્રી દેખાડી હતી. પછી ‘બદરી કી દુલ્હનિયા’ (Badri Ki Dulhania) અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’એ (Humpty Sharma Ki Dulhania) પણ સ્ક્રીન પર આગ લગાવી દીધી. હવે આજે વરુણ ધવનનો જન્મદિવસ (Varun Dhawan Birthday) છે અને આ ખાસ અવસર પર એક સમાચાર સામે આવી રહ્યા છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) અને વરુણ ધવન દુલ્હનિયા રી-યુનિયન (Alia Bhatt-Varun Dhawan Re-Union) કરી શકે છે. હા, દુલ્હનિયા ફ્રેન્ચાઈઝી પાર્ટ 3 વિશે સમાચાર આવી રહ્યા છે કે આલિયા ભટ્ટ અને વરુણ ધવન આ ફિલ્મમાં ફરી સાથે જોવા મળી શકે છે. આ સમાચારથી આલિયા અને વરુણના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.

શશાંક ખેતાને આપ્યું હતું વચન

ફિલ્મ નિર્માતા શશાંક ખેતાને (Shashank Khetan) એકવાર વચન આપ્યું હતું કે તેઓ આ શ્રેણીને ફ્રેન્ચાઈઝ કરશે અને ત્રણ વર્ષમાં રિલીઝ કરશે. વર્ષ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને પછી 2017માં બદ્રી કી દુલ્હનિયા આવી. આ પછી 2020માં રોગચાળા પછી કામ ધીમું પડ્યું. હવે બોલિવૂડ લાઈફ અનુસાર શશાંક ખેતાન આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે દુલ્હનિયાની ફ્રેન્ચાઈઝી પર કામ કરવાનું શરૂ કરશે.

સ્ક્રીપ્ટ પર કામ થઈ રહ્યું છે કામ

સૂત્રના જણાવ્યા પ્રમાણે- ‘શશાંક ખેતાન હાલમાં આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તેણે આલિયા અને વરુણ સાથે પણ વાત કરી હતી. તેથી આલિયા અને વરુણે શશાંકને તેમની તારીખો આપી દીધી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પીટીઆઈ અનુસાર શશાંક ખેતાને કહ્યું હતું કે, ‘હું દુલ્હનિયા પાર્ટથી ફ્રેન્ચાઈઝ કરવા માંગુ છું. અમે એટલે કે આલિયા, વરુણ, હું અને કરણ જોહર સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે તેઓ પૈસા માટે આ ફિલ્મ બનાવવા માંગતા નથી. આવી સ્થિતિમાં શશાંક ખેતાને હવે આ સમાચારને સમર્થન આપ્યું છે કે, તે દુલ્હનિયાનો ત્રીજો ભાગ લાવી રહ્યો છે. જેમાં આલિયા અને વરુણ જોવા મળશે.

હાલમાં જ આલિયા ભટ્ટે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. લગ્ન પછી પણ આલિયા તેના કામ સાથે જોડાયેલા તમામ કમિટમેન્ટ્સ નિભાવી રહી છે. આલિયાની પાસે અત્યારે ઘણી ફિલ્મો છે. આવી સ્થિતિમાં ચાહકો પણ આલિયાની ‘દુલ્હનિયા’ સિરીઝની રાહ જોઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં કોલેજો પસંદ કરતી વખતે રહે સાવચેત, UGC ચેરમેને કહ્યું શા માટે સાવચેત રહેવું જરૂરી

આ પણ વાંચો:  શું તમે બુલડોઝરનું સાચું નામ જાણો છો?

Next Article