અક્ષય કુમારનું ‘ભૂલ ભુલૈયા 4’માં કમબેક ! શું ખરેખરમાં કાર્તિક આર્યન સાથે ખિલાડી કુમાર મોટા પરદે પોતાની ધાક જમાવશે ?

બોલિવુડ ઇન્ડસ્ટ્રીને લગતા મોટા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, ફેમસ ડાયરેક્ટર અનીસ બઝમીએ ફિલ્મ "ભૂલ ભુલૈયા 4" માં કાર્તિક આર્યન અને અક્ષય કુમાર બંનેને સાથે કાસ્ટ કરવાની યોજના બનાવી છે.

અક્ષય કુમારનું ભૂલ ભુલૈયા 4માં કમબેક ! શું ખરેખરમાં કાર્તિક આર્યન સાથે ખિલાડી કુમાર મોટા પરદે પોતાની ધાક જમાવશે ?
| Updated on: Nov 04, 2025 | 5:53 PM

વર્ષ 2012 ની ફિલ્મ “ભૂલ ભુલૈયા” માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અક્ષય કુમારે ડૉ. આદિત્ય શ્રીવાસ્તવની ભૂમિકા ભજવી હતી, જ્યારે વિદ્યા બાલને મંજુલિકાનું પાત્ર ભજવ્યું હતું. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી.

બધી સિક્વલ ‘સુપરહિટ’

જો કે, લગભગ 15 વર્ષ પછી તેની સિક્વલ “ભૂલ ભુલૈયા 2” સિનેમાઘરોમાં રિલીઝ થઈ, જેમાં કાર્તિક આર્યનને કાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ “ભૂલ ભુલૈયા 3” માં પણ કાર્તિક આર્યન જોવા મળ્યો હતો. હવે રસપ્રદ વાત એ છે કે, “ભૂલ ભુલૈયા 2” અને “ભૂલ ભુલૈયા 3” બંને મૂવી બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. એવામાં મળતી માહિતી અનુસાર, અનીસ બઝમી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 4’ માં અક્ષય કુમાર અને કાર્તિક આર્યનને સાથે લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

X એકાઉન્ટ પર માહિતી શેર કરી

‘AlwaysBollywood’ દ્વારા તેના X એકાઉન્ટ પર એક મોટી માહિતી બહાર પાડવામાં આવી છે. તેઓએ ટ્વીટ કર્યું કે, “અનીસ બઝમી હવે ‘ભૂલ ભુલૈયા 4’ માટે અક્ષય કુમાર અને કાર્તિક આર્યનને સાથે લાવવાની યોજના બનાવી રહ્યા છે. અક્ષય કુમાર તેના આઇકોનિક કોસ્ચ્યુમમાં જોવા મળશે, જ્યારે કાર્તિક આર્યન પણ તેના બ્લેક આઉટફિટમાં જોવા મળશે.”

આ સમાચારથી બંને સ્ટાર્સના ચાહકોમાં હલચલ મચી ગઈ છે. ફેન્સ અક્ષય કુમાર અને કાર્તિક આર્યનને મોટા પરદા પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. ‘ભૂલ ભુલૈયા 4’ ના ડાયરેક્ટરે હજુ સુધી અક્ષય કુમાર અને કાર્તિક આર્યનના કાસ્ટિંગની કોઈ પુષ્ટિ કરી નથી.

મોટા બજેટની ફિલ્મો પાઇપલાઇનમાં

વધુમાં જોઈએ તો, કાર્તિક આર્યન આગામી ફિલ્મ ‘તુ મેરી, મૈં તેરા, મૈં તેરા, તુ મેરી’ માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 25 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજીબાજુ અક્ષય કુમાર પાસે હાલમાં ઘણી મોટા બજેટની ફિલ્મો પાઇપલાઇનમાં છે, જેમાં “ભૂત બાંગ્લા”, “હૈવાન”, “વેલકમ ટુ ધ જંગલ” અને “હેરા ફેરી 3″નો સમાવેશ થાય છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.