હસી-મજાક છોડી હવે ‘અક્ષય કુમાર’ દેખાડશે પોતાની ‘હૈવાનિયત’, ક્યારેય નહીં જોયો હોય ખેલાડીનો આવો ‘ખતરનાક રોલ’

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારના ફેન્સ માટે એક ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, લાંબા સમય પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સામસામે આવી રહ્યા છે. જો કે, આ વખતે અક્ષયનો અવતાર હોશ ઉડાવી દે તેવો હશે.

હસી-મજાક છોડી હવે અક્ષય કુમાર દેખાડશે પોતાની હૈવાનિયત, ક્યારેય નહીં જોયો હોય ખેલાડીનો આવો ખતરનાક રોલ
Image Credit source: AI Generated
| Updated on: Jun 27, 2026 | 3:23 PM

અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘હૈવાન’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. મોટા પડદા પર અવારનવાર હસી-મજાક કરનારો અક્ષય આ ફિલ્મમાં લાંબા સમય પછી નેગેટિવ રોલમાં જોવા મળવાનો છે. બસ આના કારણે જ આ ફિલ્મની ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી છે.

આ ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું છે અને હવે ફિલ્મની રિલીઝ ડેટ પણ નક્કી થઈ ગઈ છે. KVN પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ‘હૈવાન’ના પ્રોડ્યુસર વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈ ફેન છે. મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, આ ફિલ્મ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં દસ્તક આપશે.

‘હૈવાન’ ક્યારે રિલીઝ થઈ રહી છે?

તાજેતરમાં જ કેવીએન પ્રોડક્શન્સે એક પોસ્ટ શેર કરીને આ એક્શન થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે, જે મુજબ આ ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની છે.

KVN પ્રોડક્શન્સે ‘હૈવાન’ની રિલીઝ ડેટની જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું, ‘એક ઝનૂન. એક ક્યારેય ન અટકતી શોધ. એક એવી તારીખ, જેને તમે યાદ રાખવા ઈચ્છશો. હૈવાન – પ્રિયદર્શનની ફિલ્મ, જેમાં સૈફ અલી ખાન અને અક્ષય કુમાર છે. સિનેમાઘરોમાં 11 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. કેલેન્ડર પર ડેટ માર્ક કરી લો.’

ઓગસ્ટ 2025માં શરૂ થયું હતું ‘શૂટિંગ’

જણાવી દઈએ કે, આ એક્શન-થ્રિલર ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ, 2025માં શરૂ થયું હતું. સોશિયલ મીડિયા પર ક્લેપબોર્ડનો ફોટો શેર કરીને નિર્દેશક પ્રિયદર્શને આ માહિતી આપી હતી. આ ક્લેપબોર્ડ પર ‘પૂજા’ લખેલું હતું. આ સાથે જ પ્રિયદર્શને અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો.

બીજી તરફ અક્ષય અને સૈફના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે વર્ષ 2008 પછી આ બંને સ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે. વર્ષ 2008માં બંને ફિલ્મ ”ટશન’માં સાથે જોવા મળ્યા હતા.

અક્ષય કુમાર અને સૈફ અલી ખાનનું ‘વર્ક ફ્રન્ટ’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર આ દિવસોમાં અહમદ ખાનની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ને લઈને ચર્ચામાં છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. પહેલા દિવસે આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે.

ફિલ્મમાં અક્ષય સાથે સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, દિશા પાટની, જેકલીન ફર્નાન્ડીઝ, રવીના ટંડન, તુષાર કપૂર, શ્રેયસ તલપડે સહિત ઘણા મોટા સ્ટાર્સ છે. આ પહેલા અક્ષય કુમાર પ્રિયદર્શનની હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’માં પણ જોવા મળ્યો હતો.

સૈફ અલી ખાનની વાત કરીએ તો, તેઓ તાજેતરમાં જ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘કર્તવ્ય’ને લઈને ચર્ચામાં રહ્યા હતા, જે સીધી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

માથે સિંદૂર, કપાળ પર બિંદી.. શું માહિકા સાથે હાર્દિક પડ્યાં એ ચોરીછુપે કરી લીધા લગ્ન? વાયરલ તસવીરે જગાવી ચર્ચા

Published On - 3:23 pm, Sat, 27 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.