Akshay Kumar : અક્ષય કુમાર નીકળ્યા ચારધામ યાત્રાએ, કેદારનાથ બાદ આજે બદ્રીનાથની લીધી મુલાકાત

Akshay Kumar Kedarnath Badrinath : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ ધાર્મિક નગરી પહોંચી ગયો છે. સૌપ્રથમ કેદારનાથની મુલાકાત લીધી. આજે અક્ષય કુમારે બદ્રીનાથ મંદિરમાં પૂજા કરી હતી.

Akshay Kumar : અક્ષય કુમાર નીકળ્યા ચારધામ યાત્રાએ, કેદારનાથ બાદ આજે બદ્રીનાથની લીધી મુલાકાત
Akshay Kumar Kedarnath Badrinath
| Edited By: | Updated on: May 28, 2023 | 1:46 PM

Uttarakhand : આ દિવસોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર ગયા છે. તાજેતરમાં સારા અલી ખાન કેદારનાથ પહોંચી હતી અને હવે અક્ષય કુમાર ચારધામની યાત્રા કરી રહ્યો છે. અક્ષય કુમાર આ પહેલા કેદારનાથ મંદિર ગયો હતો. જ્યાં ભોલેનાથના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આજે અક્ષય કુમાર બદ્રીનાથ મંદિર પહોંચ્યા હતા. અક્ષયની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : IRCTC Tour Package : IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, પરિવાર સાથે બનાવો પ્લાન

કપાળ પર ચંદન લગાવીને અક્ષય કુમાર કડક સુરક્ષા વચ્ચે મંદિરની અંદર પ્રવેશ્યા અને બદ્રીવિશાલના દર્શન કર્યા. બ્લેક હૂડી અને ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરીને અક્ષય ભક્તિમાં મગ્ન દેખાતા હતા. અક્ષયે મંદિરની બહાર હાથ હલાવીને તેના ચાહકોનું અભિવાદન કર્યું હતું. જો કે અક્ષયનું બદ્રીનાથ પહોંચવું સિક્રેટ રાખવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

આ પહેલા અક્ષય કુમાર કેદારનાથ ગયા હતા. અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેદારનાથ મંદિરનો ફોટો શેર કર્યો છે અને કેપ્શન લખ્યું છે, જય બાબા ભોલેનાથ. હર-હર શંભુ ગીત સાથેનો આ ફોટો શેર કર્યો છે. અક્ષય કુમારે કડક સુરક્ષા વચ્ચે કેદારનાથની મુલાકાત લીધી હતી. અક્ષયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

એક્ટર ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે

અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા પાસે ઘણી ફિલ્મો લાઇનમાં છે. આ દિવસોમાં અક્ષય ફિલ્મ ‘બડે મિયાં, છોટે મિયાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે સોનાક્ષી સિન્હા અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. આ સિવાય અક્ષય પાસે ‘ઓહ માય ગોડ’નો પાર્ટ ટુ હશે અને તે પછી અક્ષય ‘સોરારય પોટરૂ’ની હિન્દી રિમેકમાં રાધિકા મદન સાથે સ્ક્રીન શેર કરશે.

એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો આપનારા કલાકારોની યાદીમાં અક્ષયનું નામ સામેલ છે. અક્ષય તેની જૂની સ્ટારકાસ્ટ સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી 3’માં જોવા મળશે. આ સાથે જ તે ‘વેદાત મરાઠે વીર દૌડે સાત’થી મરાઠી ફિલ્મોમાં પણ એન્ટ્રી કરી રહ્યો છે. જો કે અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ સેલ્ફી કંઈ ખાસ બતાવી શકી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો