અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સિનિયર અને વધુ કમાઈ કરતા અભિનેતામાંથી એક છે. પોતાના ફિલ્મ કેરિયરમાં અક્ષયે દેશભક્તિ આધારિત ફિલ્મો કરી છે. જેમાં હૉલીડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મનોને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હોવાના કારણે તેના પર ટિપ્પણી થતી હતી. […]

અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું
| Updated on: Dec 06, 2019 | 4:30 PM

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સિનિયર અને વધુ કમાઈ કરતા અભિનેતામાંથી એક છે. પોતાના ફિલ્મ કેરિયરમાં અક્ષયે દેશભક્તિ આધારિત ફિલ્મો કરી છે. જેમાં હૉલીડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મનોને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હોવાના કારણે તેના પર ટિપ્પણી થતી હતી. અને અનેક વખત લોકો આ મુદ્દે સોશિયલ મીડિયામાં વાત પણ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પોતાની કો-સ્ટાર કરીના કપૂર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષયે આ વિવાદ પર મોકળા મનથી વાત કરી હતી. અક્ષયને આ કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે, તેઓ દેશભક્તિ અને ભારતીય આર્મી વિશે અવારનવાર વાતો કરે છે. આમ છતાં લોકો શા માટે કહે છે કે, અક્ષય કુમાર પાસે ભારતનો પાસપોર્ટ નથી. અને તેઓ મતદાન પણ કરતા નથી. જેના પર અક્ષયે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અક્ષયે કહ્યું કે, તેમણે ભારતીય પાસપોર્ટ માટે અરજી દાખલ કરી દીધી છે. મેં ભારતીય પાસપોર્ટ માટે અરજી દાખલ કરી છે. હું એક ભારતીય નાગરિક છે. અને મને વારંવાર આ વાતનું દુઃખ થાય છે કે, મારે એ વાતને સાબિત કરવી પડે છે. મારી પત્ની અને બાળકો ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને મારી જિંદગી પણ અહીંયા છે.

કેવી રીતે અક્ષયને કેનેડાની નાગરિકતા પ્રાપ્ત થઈ હતી!

અક્ષયને એ વાત પણ પૂછવામાં આવી કે, તેમને કેનેડાની નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત થઈ હતી. જેના જવાબમાં જણાવ્યું કે, શરૂઆતના સમયમાં તેમની 14 જેટલી ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી. જે સમયે અક્ષયને કેરિયર પૂરુ થવાનો ડર લાગ્યો હતો. અને પછી તેમણે કેનેડાનો પાસપોર્ટ બનાવવાની અરજી દાખલ કરી દીધી હતી. જો કે, આ પછી 15મી ફિલ્મમાંથી સારી આવક થયા બાદ અક્ષયે પાછું વળીને જોયું નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો