Ajay Devgn : શા માટે અજય દેવગણે કાજોલને આ એક્ટર સાથે કામ કરવાની ના પાડી? થયો ખુલાસો

|

Jul 11, 2023 | 11:33 AM

અજયે કાજોલ (Ajay Devgn)ને આ એક્ટર સાથે કામ કરવાની મનાઈ કરી હતી, જ્યારે કાજોલે તેની સાથે બાઝીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Ajay Devgn : શા માટે અજય દેવગણે કાજોલને આ એક્ટર સાથે કામ કરવાની ના પાડી? થયો ખુલાસો

Follow us on

બોલિવુડમાં મોટાભાગના લોકોને અજય અને કાજોલની જોડી ખુબ પસંદ આવે છે, રિયલ લાઈફમાં જોવામાં આવે તો કાજોલ અને અજયની કેમિસ્ટ્રી પડદા પર જોવા મળનારી કેમેસ્ટ્રીથી વધુ સારી છે. કાજોલે તેના પિતા વિરુદ્ધ જઈ અજય દેવગણની સાથે લગ્ન કર્યા હતા પરંતુ આજે તેને પોતાના નિર્ણય પર ગર્વ છે. કાજોલ અને અજય દેવગણે 1999માં લગ્ન કર્યા હતા અને તેના લગ્નના 23વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. લગ્ન બાદ કાજોલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓછુ  અને પારિવારિક જીવનમાં વધુ મહત્વ આપ્યું હતુ.

આ પણ વાંચો : Rajinikanth Family Tree : તમિલ ઈન્ડસ્ટ્રીનો શક્તિશાળી પરિવાર, પુત્રી કરી ચૂકી છે પિતાના ફિલ્મનું નિર્દેશન જમાઈનો પણ રહ્યો છે ઈન્ડસ્ટ્રીમાં દબદબો

તમને જણાવી દઈએ કે, કાજોલ અને અજય દેવગણ બંન્ને લગ્ન પહેલા એક બીજાને ડેટ પણ કરી હતી, કાજોલ અને અજય દેવગણે ઈશ્ક, પ્યાર તો હોના હી થા, સહિત અનેક ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે પરંતુ ચાહકોએ તેની અને શાહરુખ ખાનની જોડીને વધુ પસંદ કરી હતી. કાજોલે શાહરુખ ખાનની સાથે બાજીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેગે, કુછ કુછ હોતા હૈ, જેવી ફિ્લ્મોમાં સાથે કામ કર્યું છે, જે ફિલ્મો ચાહકોની ખુબ પસંદ આવી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

અજયે કાજોલને કેમ ના પાડી ?

એક રિપોર્ટ મુજબ એક વાત સામે આવી છે કે, એક સમય હતો જ્યારે અજયને કાજોલ અને શાહરુખની કેમેસ્ટ્રીથી ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. તેથી જ તેણે કાજોલને આ કારણસર શાહરૂખ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. લોકો કાજોલ અને અજયના સંબંધો વિશે ઓછી અને કાજોલ અને શાહરૂખની મિત્રતા વિશે વધુ બોલતા હતા. અજયને આ વાત બિલકુલ પસંદ ન આવી.તેથી તેણે કાજોલને શાહરૂખ સાથે કામ કરવાની ના પાડી.

જાણો શાહરુખ ખાને શું કહ્યું ?

એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાનને પુછવામાં આવ્યું કે, શું અજયે કાજોલને તેની સાથે કામ કરવાની મનાઈ કરી હતી. તેના પર શાહરુખ ખાને કહ્યુ હતુ કે મને જાણ નથી કે આવી કોઈ શરત રાખી છે. જો કાજોલ મારી સાથે કામ નહિ કરશે તો અજયે તેને ના પાડી હશે. હું અજયના નિર્ણયનો સન્માન કરું છે પરંતુ મને નથી લાગતું કે, આવું કાંઈ થયું છે. આ થોડું અજીબ જરુર છે. જો ગૌરી એક અભિનેત્રી હોત તો હું તેને ક્યારે પણ ન કહેત કે તારે કોની સાથે કામ કરવું જોઈએ અને કોની સાથે નહિ.

કાજોલ ‘ધ ટ્રાયલ’ વેબ સિરીઝમાં જોવા મળશે

કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, કાજોલ લાંબા સમય બાદ આગામી વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં પહેલીવાર વકીલની ભૂમિકામાં જોવા મળશે. અમેરિકન સિરીઝ ‘ધ ગુડ વાઈફ’ એ ‘ધ ટ્રાયલ’સિરીઝનો હિન્દી અનુવાદ છે. આ સિરીઝને અજય દેવગન, દીપક ધર, મૃણાલિની જૈન અને રાજેશ ચઢ્ઢાએ પ્રોડ્યુસ કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article