Ajay Devgn હવે ‘Chauhaan’ બનીને મચાવશે ધમાલ, કારગિલમાં શરૂ થયું ‘શૂટિંગ’
બોલિવૂડ એક્ટર અજય દેવગણ સુપરહિટ ફિલ્મ 'Drishyam 3'ની સફળતા બાદ હવે તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ 'ચૌહાણ'ના શૂટિંગ માટે કારગિલ પહોંચી ગયા છે, જ્યાં તેઓ માઇનસ ડિગ્રી ઠંડી અને બરફ આચ્છાદિત પહાડો વચ્ચે ફિલ્મનાં મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કરી રહ્યા છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgn) ની ફિલ્મ દ્રશ્યમ 3 (Drishyam 3) ને લઈને પ્રેક્ષકો વચ્ચે ચર્ચા બનેલી છે. ફિલ્મ દ્રશ્યમ 3 એક પછી એક કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
આ દરમિયાન અભિનેતાએ પોતાના આગામી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. તેમની આવનારી ફિલ્મ ‘ચૌહાણ’ (Chauhaan) સમાચારમાં છે. આ ફિલ્મને લઈને હવે એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મનું આ અપડેટ શૂટિંગ સાથે જોડાયેલું છે.
‘Chauhaan’ના શૂટિંગને લઈને આવ્યું Update
એક્ટર અજય દેવગણની ફિલ્મ Chauhaan એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ ફિલ્મ સાથે જોડાયેલું એક નવું અપડેટ છે. બોલિવૂડ હંગામા અનુસાર, અજય દેવગણ ફિલ્મ ચૌહાણના શૂટિંગ માટે લદાખ પહોંચી ગયા છે.
એક સોર્સે જણાવ્યું કે, ‘અજય દેવગણ કારગિલમાં ‘ચૌહાણ’નું શૂટિંગ કરી રહ્યા છે. તેઓ થોડા દિવસો પહેલાં અહીં પહોંચ્યા હતા અને શૂટિંગ શરૂ પણ કરી ચૂક્યા છે. આ સુંદર શહેરમાં ફિલ્મના કેટલાક મહત્વના સીન શૂટ કરવામાં આવશે. મેકર્સે પહેલાથી જ જરૂરી પરમિશન લઈ લીધી હતી અને શૂટિંગ કોઈ પણ મુશ્કેલી વગર પૂરું થઈ શકે, તે માટે તેમણે પૂરી તૈયારી પણ કરી છે.’
સોર્સે આગળ જણાવ્યું, ‘કારગિલમાં ઘણી ઠંડી છે અને અહીંનું વાતાવરણ ‘ચૌહાણ’ના સીનને રિયલ દેખાડવામાં ચોક્કસ મદદ કરશે.’ અજય દેવગણ ઘણા દાયકાઓ પછી લદાખમાં શૂટિંગ કરી રહ્યા છે. આ પહેલાં એક્ટરે વર્ષ 2003 માં જે. પી. દત્તાની વોર ફિલ્મ ‘LOC: Kargil’ માટે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શૂટિંગ કર્યું હતું.
ક્યારે રિલીઝ થશે અજય દેવગણની ફિલ્મ?
‘ચૌહાણ’ની રિલીઝ ડેટ 1 ઓક્ટોબર 2027 નક્કી કરવામાં આવી છે. આનું નિર્દેશન નીરજ યાદવ (Neeraj Yadav) કરી રહ્યા છે. ફિલ્મના પહેલા ટીઝરમાં કાશ્મીરના પુલવામામાં વર્ષ 2018 ની પરિસ્થિતિની ઝલક દેખાડવામાં આવી હતી.
અજય દેવગણ પાસે આગામી સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તેઓ Dhamaal 5, Ranger અને Golmaal 5 જેવી ફિલ્મોને લઈને પણ ચર્ચામાં છે.
