AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39 વર્ષ પછી ફરી ‘Mr. India’ બન્યા ‘અનિલ કપૂર’, ચોર બજારનું ચોંકાવનારું કનેક્શન બહાર આવ્યું

બોલિવૂડના એવરગ્રીન સુપરસ્ટાર અનિલ કપૂરે પોતાની આઇકોનિક ફિલ્મ 'Mr. India' ના જૂના અંદાજ અને અસલી અવતારમાં વાપસી કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. આ ખાસ અંદાજ અને તેની પાછળ જોડાયેલી ચોર બજારની એક અનોખી વાર્તા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

39 વર્ષ પછી ફરી 'Mr. India' બન્યા 'અનિલ કપૂર', ચોર બજારનું ચોંકાવનારું કનેક્શન બહાર આવ્યું
| Updated on: Oct 10, 2026 | 8:40 PM
Share

અનિલ કપૂરે તેમની વર્ષ 1987 ની ફિલ્મ ‘Mr. India’ ના ઓરિજિનલ પોશાકને પહેરીને તેમના કરિયરના સૌથી યાદગાર લુક્સમાંથી એકને ફરીથી અપનાવ્યો છે. ‘India Ke Top 1%: The Anil Kapoor Show’ ના એક એપિસોડમાં અભિનેતાએ જણાવ્યું કે, તેમનો શર્ટ, ટ્રાઉઝર અને પ્રખ્યાત જેકેટ લગભગ ત્રણ દાયકા પછી પણ તેમને ફીટ આવે છે.

39 વર્ષ પછી અનિલ કપૂરે પહેરી ‘Mr. India’ની ડ્રેસ

અનિલ કપૂરે પોતાના શોના સેટ પર પોતાનો પ્રખ્યાત ‘મિસ્ટર ઇન્ડિયા’ લુક ફરીથી બતાવ્યો. તેમણે એ જ શર્ટ, ટ્રાઉઝર અને જેકેટ પહેરી જે તેમણે વર્ષ 1987માં ફિલ્મ રિલીઝ થયા પછીથી સંભાળીને રાખી હતી.

પોતાની જૂની ડ્રેસ સાથે ફરીથી જોડાવા પર અભિનેતાએ કહ્યું, ‘હું કહીશ કે… શર્ટ હજી પણ મને ફીટ આવે છે, ટ્રાઉઝર પણ ફીટ આવે છે અને જેકેટ પણ ફીટ આવે છે. 39 વર્ષ પછી પણ બધું જ મને ફીટ આવે છે.

View this post on Instagram

A post shared by teamak (@teamanilkapoor)

ચોર બજારથી ખરીદી હતી ‘Jacket’

આ પ્રખ્યાત જેકેટ પાછળની વાર્તા જણાવતા અનિલ કપૂરે ખુલાસો કર્યો કે, જેકેટ ખાસ ફિલ્મ માટે બનાવવામાં આવ્યું ન હતું પરંતુ તેણે મુંબઈના પ્રખ્યાત ચોર બજારમાંથી ખરીદવામાં આવ્યું હતું.

વીડિયોમાં અભિનેતા અનિલ કહે છે, ‘મેં આ જેકેટ ચોર બજારથી ખરીદી હતી. યોગાનુયોગ, મેં મારા વાળ લાંબા રાખ્યા છે, જેમ કે મિસ્ટર ઇન્ડિયામાં હતા. તેથી, આજે મારા વાળ પણ આ લુકને સૂટ કરી રહ્યા છે.’

India Ke Top 1% ના અપકમિંગ એપિસોડની થીમ

આ વીકેન્ડ સ્ટાર પ્લસનો ‘India Ke Top 1%’ અસલ જિંદગીના ‘મિસ્ટર ઇન્ડિયા’ને સલામ કરશે, જેઓ બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના દેશ અને સમાજની સેવા કરે છે. ‘મિસ્ટર ઈન્ડિયા’ થીમ પર આધારિત આ ખાસ એપિસોડમાં શોના રસપ્રદ કોયડાઓ અને રમતો દર્શાવવામાં આવશે.

સાથે જ એવા લોકોની વાર્તાઓ પણ દર્શાવવામાં આવશે, જેઓ બીજાઓને મદદ કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. આ અવસરને વધુ ખાસ બનાવતા અનિલ કપૂર એ જ કોટ, શર્ટ અને પતલૂનમાં નજર આવશે, જે તેમણે આ યાદગાર ફિલ્મમાં પહેર્યા હતા. Show માં અનિલ કપૂર પોતાની જેકેટની ખરીદીથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવશે.

India Ke Top 1% નો આ શો છે ‘ખાસ’

તેમણે કહ્યું, ‘આપણે જે એપિસોડ કરી રહ્યા છીએ, તે સામાજિક રૂપથી વધારે ખાસ છે. આ જ તેની મુખ્ય થીમ હતી અને ફિલ્મ જોયા પછી રાજ કપૂર સાહેબે પણ આ જ વાત કહી હતી. આ ફિલ્મથી શું શીખ મળે છે? શીખ એ છે કે, દરેક મિસ્ટર ઇન્ડિયા બની શકે છે. આ એપિસોડ એ લોકોના વિશે છે, જે દેશની સેવા કરે છે. તેઓ કોઈ પણ અપેક્ષા વગર દેશ માટે કામ કરે છે. તેઓ તેને પોતાનું નૈતિક કર્તવ્ય માને છે. તેઓ આજે ભારત જે છે, તે બનાવવામાં મદદ કરે છે.’

રેખાએ આ પ્રખ્યાત અભિનેતા સાથે લગ્ન કર્યા! પરંતુ તેને પતિ તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો કારણ કે..

Follow Us
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
g clip-path="url(#clip0_868_265)">