શું હોલિવુડથી ઈન્સપાયર હોય છે બોલિવૂડ ફિલ્મો ? Ajay Devgan એ કહી આ વાત
Ajay Devgan On Action Scene : એક્ટર અજય દેવગન અને એક્ટ્રેસ તબ્બુ તેમની આગામી ફિલ્મ ભોલા માટે ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. હાલમાં જ ભોલાનું ટ્રેલર પણ રિલીઝ થયું છે.
બોલિવૂડ એક્ટર અજય દેવગનની એક્શન ફિલ્મો તેના ફેન્સને પસંદ આવે છે. ભોલા સાથે અજય દેવગન લાંબા સમય બાદ ફરી એકવાર એક્શન ફિલ્મમાં જોવા મળશે. ગયા વર્ષે રીલિઝ થયેલી અજય દેવગન અને અભિનેત્રી તબ્બુની ફિલ્મ દ્રશ્યમ-2 ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ભલે તે ફિલ્મ એક્શન ફિલ્મ ન હતી, પરંતુ અજય અને તબ્બુની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. ટૂંક સમયમાં જ ચાહકોની આ પ્રિય જોડી ફરી એક નવી ફિલ્મ સાથે મોટા પડદા પર દસ્તક આપવા જઈ રહી છે.
આ પણ વાંચો : Bholaa ફિલ્મમાંથી તબ્બૂનો ઈન્ટેન્સ લુક આઉટ, પોલીસના યુનિફોર્મમાં જોઈને ફેન્સે કહ્યું- લેડી સુપરસ્ટાર
ફિલ્મ ભોલાના ટ્રેલરમાં અજય દેવગનના એક્શન સીનની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પોતાના એક્શન સીન વિશે વાત કરતા અજય દેવગને કહ્યું, “હું નામ લીધા વગર કહેવા માંગુ છું કે આપણી ફિલ્મોમાં પણ અદભૂત એક્શન સીન હોય છે, પરંતુ ક્યારેક આ સીન હોલીવુડથી પ્રભાવિત હોય છે. મોટાભાગના લોકો હોલિવૂડની જેમ ફિલ્મને વાસ્તવિક સ્પર્શ આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે પરંતુ આ ફિલ્મમાં દર્શકોને કંઈક અલગ જ જોવા મળશે. આ ફિલ્મમાં અમે કંઈક નવું અને મૌલિક રજૂ કરવાનો આગ્રહ રાખ્યો છે. સાથે જ ફિલ્મની એક્શન પણ ભારતીય રીતે બતાવવામાં આવી છે.
એક્શન સીન વિશે અજય દેવગને આ મોટી વાત કહી
આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુએ પણ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, “મેં આ ફિલ્મ આંખ બંધ કરીને સાઈન કરી હતી. મને ખબર હતી કે ફિલ્મમાં ખૂબ જ એક્શન હશે પરંતુ અજય દેવગન દરેક વસ્તુને ખૂબ જ સરળ બનાવે છે. બોલતી વખતે પણ તે ખૂબ જ આરામથી કહે છે કે, હા તમારે એક્શન કરવાની છે. જે સાંભળ્યા બાદ મેં ફિલ્મ માટે મારી સંમતિ આપી હતી.
તબુને ઈજા થઈ ?
તબ્બુએ વધુમાં કહ્યું કે, “ફિલ્મના સેટ પર જવું, અલબત્ત એક્શન કરવું થોડું મુશ્કેલ હતું. જો કે અજયે મારા માટે તેને ખૂબ જ સરળ બનાવી દીધું હતું. અજય ઊંઘમાં પણ એક્શન કરી શકે છે પરંતુ હું એક્શનની બાબતમાં મારી જાતને સંપૂર્ણ રીતે તેમને સોંપી શકું છું. મને ખાતરી છે કે તે મને જરાક પણ લાગવા નહીં દે. જો કે તબ્બુની વાતને કટ કરતી વખતે અજય દેવગણે કહ્યું કે, થોડો સ્ક્રેચ આવ્યો છે. તેથી જ અજયની વાતનો જવાબ આપતાં તબ્બુએ પણ મજાકિયા અંદાજમાં કહ્યું કે, એક નજરબટ્ટુ બનવું જરૂરી હોય છે.