રજનીકાંતની દીકરી ઐશ્વર્યા બોલીવુડમાં પોતાની કમાલ દેખાડવા આવી રહી છે, લવસ્ટોરી પર બનાવશે ફિલ્મ

|

Mar 21, 2022 | 9:23 AM

સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફ પર સંપૂર્ણ ફોકસ કરી રહી છે.

રજનીકાંતની દીકરી ઐશ્વર્યા બોલીવુડમાં પોતાની કમાલ દેખાડવા આવી રહી છે, લવસ્ટોરી પર બનાવશે ફિલ્મ
aishwarya rajinikanth to debut in bollywood as a director will make story on true love story

Follow us on

સુપરસ્ટાર રજનીકાંતની (Rajinikanth) પુત્રી ઐશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajinikanth) સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય નિર્દેશક અને ગાયિકા છે. હવે ઐશ્વર્યા પણ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો કમાલ બતાવવા આવી રહી છે. હા, ઐશ્વર્યા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવાની છે. તે નિર્માતા મીનુ અરોરા સાથે ‘ઓ સાથી ચલ’ નામની ફિલ્મ લઈને આવી રહી છે. ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, ઐશ્વર્યા પ્રથમ હિન્દી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહી છે. જે સાચા પ્રેમની વાર્તા પર આધારિત છે. જે થોડાં વર્ષો પહેલા મીડિયામાં ઘણી ચર્ચામાં રહી હતી. જ્યારે વેબસાઈટે મીનુ સાથે વાત કરી તો તેણે આ સમાચારને કન્ફર્મ કર્યા.

જો કે, મીનુએ એમ પણ કહ્યું હતું કે, તે આનાથી વધુ કંઈ કહી શકે નહીં. કારણ કે સ્ક્રિપ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને તે પછી કલાકારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ઐશ્વર્યા થોડાં સમય પહેલા કોવિડથી સ્વસ્થ થઈ હતી અને ત્યારબાદ તેણે તેના ગીત મુસાફિરમાં કામ કર્યું હતું. પરંતુ આ પછી તેને થોડા દિવસો પહેલા ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી.

અંગત જીવન લઈને ચર્ચામાં

ઐશ્વર્યા અને ધનુષ થોડાં સમય પહેલા તેમના લાંબા સંબંધો તોડી નાખ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના અલગ થવાની માહિતી આપી હતી. જો કે બંનેમાંથી કોઈએ તેમના અલગ થવાનું કારણ હજુ સુધી જાહેર કર્યું નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બાળકોની રાખી રહી છે સંભાળ

ઐશ્વર્યા અને ધનુષ ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ બંને સાથે મળીને બાળકોનો ઉછેર કરી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે આવા સમયે બાળકોને માતા-પિતાનો પૂરો સહયોગ ન મળે. બંનેએ નક્કી કર્યું છે કે જ્યારે એક કામમાં વ્યસ્ત હોય ત્યારે બીજાએ બાળકો સાથે રહેવું જોઈએ. તાજેતરમાં જ્યારે ઐશ્વર્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે બાળકો ફરીથી ધનુષ સાથે હતા જ્યાં તે શૂટિંગ કરી રહ્યો હતો.

ધનુષ અને ઐશ્વર્યા તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે કે, બંને પતિ-પત્ની તરીકે અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ માતા-પિતા તરીકે સાથે રહેશે અને બાળકોની સંપૂર્ણ સંભાળ રાખશે.

ધનુષનું વ્યાવસાયિક જીવન

ધનુષ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ધનુષની સાથે અક્ષય કુમાર અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. અત્યારે ધનુષ પાસે ઘણી તમિલ ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે.

આ પણ વાંચો: Dhanush and Aishwarya Rajnikanth : છૂટાછેડા પછી એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા, જાણો શું છે આખો મામલો?

આ પણ વાંચો: Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત

Next Article