
Saiyaara : ફિલ્મ સૈયારાનો ક્રેઝ સમગ્ર જનરેશન-ઝેડમાં છવાયો છે. તેમાં અભિનેતા અહાન પાંડે અને અનિત પદ્દાની કેમેસ્ટ્રીએ યુવાનો પર જાદુ કર્યો છે. સૈયારા પર બનેલી ઘણી રીલ્સ લોકોમાં વાયરલ થઈ રહી છે. આમાંથી કેટલીક રીલ્સ એવી છે જેમાં ઘણા યુવાનો પાછળ બેસેલી વ્યક્તિને જેકેટથી બાંધીને બેફામ રાઈડિંગ કરતા જોવા મળે છે. જો તમે પણ સૈયારાની જેમ સ્ટાઇલ કરીને અને તમારી ગર્લફ્રેન્ડને પાછળ બેસાડીને રાઈડિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ ફક્ત તમારા જીવને જોખમમાં મૂકી શકે છે,જેને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસે શાનદાર ટ્વિટ કર્યું છે.
સૈયારા ફિલ્મ 2025ની સૌથી વધુ પસંદ કરાયેલી અને સફળ ફિલ્મોમાંની એક બની ગઈ છે. ત્યારે બોલિવુડ સૈયારા અભિનેતા અહાન પાંડે અને અનીત પદ્દા હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવતા જોવા મળ્યા હતા. આ સાથે અભિનેતાએ ટ્રાફિકના અનેક નિયમો તોડ્યા છે. જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો. તો સાવધાન તમને સીન સપાટા ભારે પડી શકે છે.આ વિશે અમદાવાદ ટ્રાફિક પોલીસે મજેદાર ટ્વિટ કર્યું છે.અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ટ્વિટ કર્યું કે, સૈયારા સાથે ડ્રાઈવ પર જઈ રહ્યા છો. તો હેલ્મેટને સાથી બનાવશો. બાકી પ્રેમ અધુરો રહી જશે.
सैयारा के साथ ड्राइव पर जा रहे हो?
तो हेलमेट को भी साथी बनाओ…
वरना प्यार अधूरा रह जाएगा ।#saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 @GujaratPolice pic.twitter.com/tsPSX5qumS— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 24, 2025
મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મ યશ રાજ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે 22 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ ઉદ્યોગ માટે એ મોટી વાત છે કે કોઈ નવા કલાકારની ફિલ્મ આટલી સારી કમાણી કરે છે. આ ફિલ્મથી અહાન પાંડે અને અનિતા પદ્દાએ મુખ્ય કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.