Good News: આદિત્ય નારાયણ બન્યા પિતા, ગાયકે પત્ની શ્વેતા સાથે તસવીર આપીને શેયર કરી ખુશખબર

આદિત્ય નારાયણના ઘરે નાનકડી પરીનો જન્મ થયો છે. આદિત્યએ પોતે આ સારા સમાચાર (Aditya Narayan Become Father) તેના ચાહકો અને ફોલોવર્સ સાથે શેયર કર્યા છે.

Good News: આદિત્ય નારાયણ બન્યા પિતા, ગાયકે પત્ની શ્વેતા સાથે તસવીર આપીને શેયર કરી ખુશખબર
aditya narayan became father(File Image)
| Edited By: | Updated on: Mar 04, 2022 | 2:00 PM

ગાયક આદિત્ય નારાયણ (Aditya Narayan) અને શ્વેતા નારાયણના (Shweta Narayan) ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. આદિત્ય નારાયણે પોતે આ સારા સમાચાર (Aditya Narayan Become Father) તેમના ચાહકો અને ફોલોવર્સ સાથે શેયર કર્યા છે. સિંગરે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ (Aditya Narayan Instagram)પરથી પોતાની અને તેની પત્નીની એક તસવીર શેયર કરી છે, જેમાં આદિત્યએ કેપ્શનમાં લખ્યું છે – ‘શ્વેતા અને મને તમને જણાવતા ખૂબ સારું લાગે છે. અમે અમારી ખુશી તમારી સાથે શેયર કરવા માંગીએ છીએ. ભગવાને અમને 24 ફેબ્રુઆરી 2022ના રોજ પુત્રી (Aditya Narayan and Shweta New Born Baby Girl) આપી છે.

આદિત્યએ પોતાના લગ્નની તસવીર સાથે ફેન્સ સાથે આ ખુશખબર શેયર કરી છે. તસવીરમાં આદિત્ય શ્વેતાના કપાળ પર સિંદૂર લગાવતો જોવા મળે છે. આ ફોટો આદિત્ય અને શ્વેતાના ફેરા પછીનો છે. આ તસવીર જોયા બાદ અને સમાચાર જાણ્યા બાદ ફેન્સ અને તમામ સેલેબ્સ કપલને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Aditya Narayanની પત્ની શ્વેતા અગ્રવાલે હનીમૂન પર કર્યું કંઈક આવું, VIDEO થયો વાયરલ

આ પણ વાંચો: Indian Idol 12: Amit Kumar ની નારાજગીથી Aditya Narayan ચોંકી ગયા, તેમણે કહ્યું – જો પરેશાની હતી તો પહેલાં કેમ કહ્યું નહીં