Aditya Narayanની પત્ની શ્વેતા અગ્રવાલે હનીમૂન પર કર્યું કંઈક આવું, VIDEO થયો વાયરલ

બોલિવૂડના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નાયારણ બોલિવૂડના પ્રખ્યાત સ્ટારકિડ્સમાંનો એક છે. ગાયક હોવા ઉપરાંત આદિત્ય એક અભિનેતા અને હોસ્ટ પણ છે.

Aditya Narayanની પત્ની શ્વેતા અગ્રવાલે હનીમૂન પર કર્યું કંઈક આવું, VIDEO થયો વાયરલ
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 19, 2021 | 10:04 PM

બોલિવૂડના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નાયારણ બોલિવૂડના પ્રખ્યાત સ્ટારકિડ્સમાંનો એક છે. ગાયક હોવા ઉપરાંત આદિત્ય એક અભિનેતા અને હોસ્ટ પણ છે. આ દિવસોમાં આદિત્ય તેના લગ્નને લઈને ચર્ચામાં છે. આદિત્યએ 1 ડિસેમ્બરના રોજ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. તેમના લગ્નમાં પરિવાર સિવાય ઈન્ડસ્ટ્રીના કેટલાક જ ખાસ લોકો હાજર રહ્યા હતા. તે જ સમયે બંનેના ઘણા ફોટો અને વીડિયો લગ્ન પછી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. તે બંનેનો હનીમૂન વીડિયો ઘણો ચર્ચામાં છે. ચાહકો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
View this post on Instagram

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

આદિત્ય નારાયણે તાજેતરમાં જ તેના હનીમૂનનો એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે પત્ની સાથે એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આદિત્ય પોતાની અને શ્વેતાની સેલ્ફી લઈ રહ્યો છે પછી શ્વેતા તેને પહેલા ગાલ પર ચુંબન કરે છે અને પછી અચાનક તેને તેના કાન પર કરડે છે. શ્વેતા આવું કરતાં આદિત્ય ચોંકી ઉઠે છે અને પછી બંને હસવા લાગે છે. આ ખૂબ જ સુંદર અને મનોરંજક વીડિયો છે. જો કે આ વીડિયોને શેર કરતી વખતે આદિત્યએ કોઈ કેપ્શન લખ્યું નથી. ચાહકોને આ વીડિયો ખૂબ પસંદ છે. આ અંગે પણ ટિપ્પણી કરતાં તેઓ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. બંને હનીમૂન માટે કાશ્મીર ગયા હતા, જ્યાં તેઓએ ખૂબ મસ્તી કરી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણ લગ્ન બાદ તેને વેલેન્ટાઈન ડે પર પત્ની શ્વેતાને વિશેષ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેણે શ્વેતા માટે એક પોસ્ટ લખી હતી જે તેના પ્રશંસકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. આદિત્યએ લખ્યું, ‘દુનિયાના 7..8 મિલિયન લોકો વચ્ચે, અમે બંને એકબીજા સાથે મળી ગયા. મારી પત્ની અને સોલમેટને વેલેન્ટાઈન ડેની શુભકામના.’

g clip-path="url(#clip0_868_265)">