લંડનના રસ્તાઓ પર It’s The Time To Disco, અલાયા એફ અને માનુષી છિલ્લરે કર્યો શાનદાર ડાન્સ

Manushi And Alaya Dance : અભિનેત્રી અલાયા ફર્નિચરવાલા અને માનુષી છિલ્લરે તેમની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનના ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. અલાયા અને માનુષી 'It’s The Time To Disco' પર તેમના મુવ્સ બતાવે છે.

લંડનના રસ્તાઓ પર It’s The Time To Disco, અલાયા એફ અને માનુષી છિલ્લરે કર્યો શાનદાર ડાન્સ
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:07 PM

Alaya F Maushi Chhillar Upcoming Movie : અભિનેત્રી અલાયા એર્નિચરવાલા અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર લંડનના રસ્તાઓ પર ડાન્સ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ તેના ક્રૂ મેમ્બર્સ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કલ હો ના હો‘ના હિટ ટ્રેક ‘ઇટ્સ ધ ટાઇમ ટુ ડિસ્કો’ પર ડાન્સ કર્યો હતો. આલિયા અને માનુષી હાલમાં યુકેમાં તેમની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ કરી રહ્યાં છે. પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે યુવા અભિનેત્રી ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Top 10 Song Ranking: તમને ખબર છે ભારતના સૌથી ફેમસ અને Top 10 રેન્કિંગ સોન્ગ કયા છે? આ રહ્યા 3 થી 9 માર્ચના Hit Songs

તમે વીડિયોમાં જોઈ શકો છો. આલિયા અને માનુષી તેમના તમામ ક્રૂ મેમ્બર સાથે કેવી રીતે ડાન્સ કરી રહી છે. આ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા માનુષીએ લખ્યું- ‘શૂટની વચ્ચે કેટલાક શૂટ’. વીડિયોમાં માનુષીએ બ્લેક સ્વેટશર્ટ અને મેચિંગ ટાઈટ્સ પહેરી છે. તો અલાયા એફ બ્લેક ક્રોપ ટોપ અને મેચિંગ ટ્રેક પેન્ટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. બંને અભિનેત્રીઓ તેમના ક્રૂ મેમ્બર્સ સાથે નદીના કિનારે ડાન્સ કરી રહી છે.

જુઓ ડાન્સ વીડિયો

આલિયા અને માનુષી લંડનમાં તેમની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે.

માનુષી છિલ્લરે આ પહેલા અક્ષય સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. માનુષી અક્ષયની ફિલ્મ ‘પૃથ્વીરાજ સમ્રાટ’માં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. માનુષી છિલ્લર પાસે ઘણી ફિલ્મો છે. તે જ્હોન અબ્રાહમ સાથે એક્શન થ્રિલર ફિલ્મ ‘તેહરાન’માં જોવા મળશે. બીજી તરફ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આલિયા ફર્નિચરવાલાને બોલીવુડની આગામી સુપરસ્ટાર ગણાવી છે. જે બાદ અભિનેત્રી સાતમા આસમાને છે.