Siddhanth Kapoor Detained : રેવ પાર્ટીમાંથી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતની પોલીસે કરી અટકાયત, ડ્રગ્સ લેવાનો આરોપ

|

Jun 13, 2022 | 11:53 AM

શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor)ના ભાઈ સિદ્ધાંત કપૂરને બેંગ્લોરની એક હોટલમાં રેવ પાર્ટીમાં સામેલ થવા પર પોલીસે રેવ દરમિયાન અટકાયત કરી છે.

Siddhanth Kapoor Detained : રેવ પાર્ટીમાંથી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતની પોલીસે કરી અટકાયત, ડ્રગ્સ લેવાનો આરોપ
રેવ પાર્ટીમાંથી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતની પોલીસે કરી અટકાયત
Image Credit source: instagram

Follow us on

Siddhanth Kapoor Detained : બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ના ભાઈ સિદ્ધાંત કપૂરને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારની રાત્રે સિદ્ધાંત કપૂર (Siddhanth Kapoor)ને બેંગ્લોરની એક હોટલમાં રેવ પાર્ટીમાં સામેલ થવા પર પોલીસે રેડ દરમિયાન અટકાયત કરી છે. બેંગ્લોર પોલીસ (Bengaluru Police)દ્વારા મળતી જાણકારી અનુસાર સિદ્ધાંત કપૂરનું ડ્રગ્સ લેનાર 6 લોકોમાં તેનું નામ સામેલ છે, અભિનેતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે, જેમાં ડ્રગ્સ લીધા હોવાની પુષ્ટિ થઈ છે.

પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર તેને સુચના મળતા એમજી રોડની એક હોટલમાં છાપે મારી કરવામાં આવી હતી. આ દરમિયાન હોટલમાં રેવ પાર્ટીના જશ્નમાં અનેક લોકો સામેલ હતા. ત્યારબાદ પોલીસે છાપેમારી કરી નશીલા પર્દાર્થના સેવનની શંકામાં તમામને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પોઝિટિવ રિપોર્ટમાં 6 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં શ્ર્દ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનું પણ સેમ્પલ સામેલ હતુ.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

 

કોણ છે સિદ્ધાંત કપૂર

તમને જણાવી દઈએ કે, સિદ્ધાંત કપૂર એક સ્ટાર કિડ છે. જેમણે તેના કરિયરમાં કેટલીક સફળતા મેળવી છે. અભિનેતા બોલીવુડના નામી અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર છે અને શ્રદ્ધા કપૂરનો ભાઈ છે.

 

 

સિદ્ધાંત કપૂરનું કરિયર કેવી રીતે શરુ થયું

ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધા બાદ સિદ્ધાંત કપૂરે અનેક ફિલ્મોમાં નાની મોટી ભૂમિકા નિભાવી છે. સ્ટાર કિડ હોવા છતાં, સિદ્ધાંત કપૂરે ડિસ્ક જોકી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઈન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ નિર્દેશકના પદ પર કામ શરુ કર્યું હતુ, સિદ્ધાંત કપૂર ભૂલ ભુલૈયા, ભાગમ ભાગ, ચુપ ચુપ કે, ઢોલ જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ નિર્દેશકની ભુમિકા નિભાવી હતી.

કઈ ફિલ્મમાં કામ કર્યું

સિદ્ધાંત કપુરે બોલીવુડની અનેક સુપર હિટ ફિલ્મોમાં સાઈડ રોલમાં કામ કર્યું છે. તેમણે શુટ આઉટ એટ વડાલાથી તેમના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ સિદ્ધાંત કપુરે અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સફળતા મળી ન હતી. આ સિવાય અભિનેતા તેમની બહેન શ્રદ્ધા કપૂર સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂક્યો છે. ફિલ્મ હસીના પાર્કરમાં બન્ને ભાઈ-બેહનો એકસાથે જોવા મળ્યા હતા.

 

Published On - 10:40 am, Mon, 13 June 22

Next Article