Ghoomar: સૈયામી ખેરનો કોચ બનશે અભિષેક બચ્ચન, ફિલ્મમાં જોવા મળશે અભિનેતાનો અલગ અંદાજ

|

Feb 21, 2022 | 3:02 PM

અભિષેક બચ્ચન જે છેલ્લાં કેટલાક વર્ષોમાં એક કરતાં વધુ પર્ફોર્મન્સ આપીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ કોચની ભુમિકામાં જોવા મળશે.

Ghoomar: સૈયામી ખેરનો કોચ બનશે અભિષેક બચ્ચન, ફિલ્મમાં જોવા મળશે અભિનેતાનો અલગ અંદાજ
Saiyami and abhishek bachchan (File Photo)

Follow us on

Ghoomar:  અભિષેક બચ્ચન (Abhishek Bachchan),સૈયામી ખેર (Saiyami Kher) અને શબાના આઝમી અભિનીત આર બાલ્કીની આગામી ફિલ્મ ‘ઘૂમર’નું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે. સૈયામી જે અગાઉ બચ્ચન સાથે બ્રીધઃ ઈનટુ ધ શેડોઝમાં કામ કરી ચૂકી છે તે ફરી એકવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે. અહેવાલો અનુસાર સૈયામી જે રમતગમતની શોખીન છે તે ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકા ભજવશે અને અભિષેક બચ્ચન ફિલ્મમાં તેના કોચની ભૂમિકામાં જોવા મળશે. ત્યારે ફરી એકવાર અભિષેક અને સૈયામી પોતાના પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતવા માટે તૈયાર છે.

 મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી સૈયામી

તમને જણાવી દઈએ કે સૈયામીએ મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી છે. બાદમાં તેણે રાષ્ટ્રીય ટીમની પસંદગીમાં પણ સ્થાન મેળવ્યુ હતુ, પરંતુ તેણે તેના બદલે બેડમિન્ટન સ્ટેટ ચેમ્પિયનશીપની પસંદગી કરી હતી.આ સિવાય સૈયામી ખેર તાહિરા કશ્યપની આગામી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ અને અશ્વિની અય્યર તિવારીની ‘ફાડુ’ફિલ્મનો ભાગ છે. આ ઉપરાંત આનંદ દેવેરાકોંડા સાથે ‘બ્રેથઃ ઈનટુ ધ શેડો એન્ડ હાઇવે’માં પણ જોવા મળશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 જન્મદિવસ પર આ પ્રોજેક્ટની જાહેરાત

અભિષેકની વાત કરીએ તો તે પહેલીવાર અભિનેતા કોચના રોલમાં જોવા મળશે. તેથી ચાહકો અભિનેતાને અલગ અવતારમાં જોશે. તમને જણાવી દઈએ કે અભિષેકે આ વર્ષે તેના જન્મદિવસ પર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જન્મદિવસ પર પોસ્ટ શેર કરતા અભિષેકે લખ્યુ હતુ કે આનાથી સારી બર્થડે ગિફ્ટ શું હોઈ શકે….. કામ કરતી વખતે જન્મદિવસ સારી રીતે ઉજવવામાં આવે છે.

જુઓ અભિનેતાની પોસ્ટ

ફિલ્મમાં અભિષેક રાજનેતા અને યામી IPS ઓફિસરની ભૂમિકામાં

અભિષેક ગયા વર્ષે ‘ધ બિગ બુલ’ અને ‘બોબ બિશ્વાસ’માં જોવા મળ્યા હતા. બંને ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ હતી અને બંનેમાં અભિષેકની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. અભિનેતા અભિષેક ઘૂમર સિવાય તે વધુ 1 ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

‘દસવી’માં અભિષેક સાથે યામી ગૌતમ અને નિમરત કૌર લીડ રોલમાં છે. તમને જણાવી દઈએ કે તુષાર જલોટા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં અભિષેક રાજનેતા અને યામી IPS ઓફિસરની ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો : Shaakuntalam : સામંથા રૂથ પ્રભુનું ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું, અભિનેત્રીની સુંદરતા તમારું દિલ જીતી લેશે

Published On - 3:00 pm, Mon, 21 February 22

Next Article