વડાપ્રધાનના જન્મદિવસ પર મુસ્લિમ અભિનેતા આમિર ખાને અપનાવ્યું હિન્દુ રુપ, લોકોએ કહ્યું નૌટંકીબાજ

એક સમયે કહ્યું ભારતમાં સુરક્ષિત નથી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી મુસ્લિમ અભિનેતા ટ્રોલ થયો છે, જ્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. ત્યારે આ મુસ્લિમ અભિનેતા કાંઈ બોલ્યો ન હતો.

વડાપ્રધાનના જન્મદિવસ પર મુસ્લિમ અભિનેતા આમિર ખાને અપનાવ્યું હિન્દુ રુપ, લોકોએ કહ્યું નૌટંકીબાજ
| Updated on: Sep 17, 2025 | 3:46 PM

22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ બૈસરન ખાતે પાકિસ્તાની આતંકવાદીઓએ લોકોનો ધર્મ પુછી પુછીને 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ મુસ્લિમ અભિનેતાઓ આ વિશે કાંઈ બોલ્યા ન હતા. તેમાંથી એક બોલિવુડ મુસ્લિમ અભિનેતા આમિર ખાન છે. તેમણે દેશ માટે ન તો મેસેજ લખ્યો કે ના મુસ્લિમ આંતકવાદીઓનો વિરોધ કર્યો. જ્યારે ભારતે પાકિસ્તાનમાં રહેલા મુસ્લિમ આતંકી ઠેકાણા પર હુમલા કર્યો ત્યારે પણ ભારતના સમર્થનમાં બોલિવુડ મુસ્લિમ અભિનેતા આમિર ખાન કાંઈ બોલ્યા ન હતા.

10 વર્ષ થયા પરંતુ દેશ છોડ્યો નથી

આ એજ બોલિવુડ મુસ્લિમ અભિનેતા આમિર ખાન છે. તેમણે નવેમ્બર 2015માં એવું નિવેદન આપ્યું હતુ કે, મને ભારતમાં રહેવાનો ડર લાગે છે. આ આપત્તિજનક નિવેદન બાદ પણ તે આજે ભારતમાં જ નિર્ભય રીતે રહે છે. આ વાત કરી તેના આજે અંદાજે 10 વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી આમિર ખાને ના તો ભારત દેશ છોડ્યો છે કે ના ભારતમાં કામકાજ. આટલું જ નહી પરંતુ વિશ્વમાં  57 દેશ મુસ્લિમ હોવા છતાં તે હજુ પણ ભારતમાં જ રહે છે. કોઈ પણ મુસ્લિમ દેશમાં તેમણે શરણ માંગ્યું નથી.

 

 

મુસ્લિમ અભિનેતાનું અસલી રુપ દુનિયાની સામે આવ્યું

જ્યારે મુસ્લિમ અભિનેતા આમિર ખાનને આ ધુંટડો ગળે ઉતર્યો કે, તેનું અસલી રુપ દુનિયાની સામે આવ્યું હતુ. કારણ કે, લોકોએ તેની ફિલ્મોનો બાયકોટ કરી શાનદાર પાઠ ભણાવ્યો છે. એટલા માટે તેની ફિલ્મો સુપર ફ્લોપ સાબિત થઈ રહી છે. ત્યારે હવે દેશ અને હિન્દુઓને ફરીથી દગો આપવા માટે મુસ્લિમ અભિનેતા આમિર ખાને વડપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક નવું રુપ ધારણ કર્યું હતુ.

 

 

ભારત વિરુદ્ધ ઝેર

આ નવા રુપમાં તેનો અંદાજ પણ અલગ હતો,મુસ્લિમ અભિનેતા આમિર ખાને કપાળ પર તિલક લગાવી અને હાથમાં કલાવા (નાડછડી જેવો દોરો) બાંધીને વડાપ્રધાનને એક વીડિયો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી હતી. પરંતુ પોતાના મૌનથી મુસ્લિમ આતંકવાદીઓનું સમર્થન કરનાર આમિર ખાનના આ નવા રુપને લઈ સોશિયલ મીડિયા પર વાતે થઈ રહી છે. અને ટ્રોલ કરી રહ્યા છે.જ્યારે આપણે પાકિસ્તાન સ્ટારની વાત કરીએ તો તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કાંઈ પાછું વળીને જોતા નથી. જ્યારે ભારત દેશમાં આટલી મોટી ઘટનાઓ બને છે, ત્યારે પણ બોલિવુડ સ્ટાર મૌન રહે છે. તો કહી શકાય કે, આ મુસ્લિમ બોલિવુડ સ્ટાર મૌન રહીને પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યા છે.

2 લગ્ન 3 બાળકો

તમને જણાવી દઈએ કે, આમિર ખાને 2 વખત લગ્ન કર્યા છે.આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને 2 બાળકો છે જુનૈદ અને આયરા ખાન. જેમાંથી દીકરીના તો લગ્ન થઈ ગયા છે. 16 વર્ષ સાથે રહ્યા બાદ આમિર ખાને રીના દત્ત સાથે છુટાછેડા લીધા હતા. ત્યારબાદ કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા આ લગ્ન લાંબા ટક્યા નહી અને બંન્ને અલગ થવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, તેમની બંન્ને પત્નીઓ હિન્દુ છે. પરંતુ તેઓ ક્યારે પણ હાથમાં કલાવા કે કપાળ પર તિલક કરી સામે આવ્યો નથી. હવે આમિર ખાન ગૌરી સ્પ્રૈટને ડેટ કરી રહ્યો છે.

 

2 વખત થયા છે છુટાછેડા, હવે અભિનેતાએ ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો અહી ક્લિક કરો