Aamir Khan : 2021માં જ્યારે સુપરસ્ટારે કિરણ રાવથી છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે આમિર ખાન (Aamir Khan)ના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. બંનેએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. એવું પણ કહ્યું હતું કે, અમે સારા મિત્રો રહીશું અને કામમાં ભાગીદાર પણ રહીશું. ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha) દરમિયાન છૂટાછેડા પછી પણ આમિર અને કિરણે (Kiran Rao) સાથે કામ કર્યું હતું. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તાજેતરના અહેવાલો અનુસાર, કિરણ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં આમિર ખાન નિર્માતા તરીકે જોવા મળશે.
એક દાયકા પહેલા કિરણે ‘ધોબી ઘાટ’(Dhobi Ghat)થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. નિર્માતા-દિગ્દર્શકે ગયા અઠવાડિયે પૂણેમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. મીડ ડેના અહેવાલ મુજબ, “આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેને દરેક જોઈ શકશે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. અહેવાલ મુજબ, જ્યારે કિરણે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી, ત્યારે તેને તે ગમી અને પ્રોડ્યુસ કરવા માટે સંમત થયો હતો.
આ ફિલ્મની વાર્તા બિપલબ ગોસામીએ લખી છે. ‘જમતારા સબકા નંબર આયેગા’ ફેમ સ્પર્શ શ્રીવાસ્તવ અને ‘કુર્બાન હુઆ’ ફેમ પ્રતિભા રાંતા અને 15 વર્ષની નિતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ 20 જાન્યુઆરી સુધી શૂટ કરવામાં આવશે ત્યારબાદ મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં પ્રોડક્શન ફરી શરૂ થશે. કિરણ 15 એપ્રિલ સુધીમાં શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે.
લગભગ 15 વર્ષ સુધી સાથે રહ્યા બાદ આમિર અને કિરણે 3 જુલાઈ, 2021 ના રોજ તેમના છૂટાછેડાની જાહેરાત કરી. તેણે કહ્યું હતું કે, અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ જેમાં અમે પતિ-પત્ની જેવા નહીં પણ માતા-પિતા અને પરિવાર તરીકે એકબીજાને સપોર્ટ કરીશું. જ્યાં એક તરફ આમિર કરણની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે, ત્યાં કિરણ રાવ પણ આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા'(Laal Singh Chaddha) નું નિર્માણ કરનાર નિર્માતાઓમાંની એક છે. તે હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની હિન્દી રિમેક છે.
આમિર ખાન પહેલીવાર કિરણ રાવને 2001માં લગાનના સેટ પર મળ્યો હતો, જ્યાં તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.
આ પણ વાંચો: બોલિવૂડની આ અભિનેત્રીઓએ લગ્ન તો કોઈએ એવોર્ડ ફંકશનમાં લાખો રુપિયાનો ડ્રેસ પહેર્યો હતો