Viral video: ‘મીડિયા મેરે મુંહ મેં ઘુસ ગઈ હૈ’, ઈબ્રાહિમ અલી ખાનનો આ વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ?

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન હાલમાં સોશિયલ મીડિયા પર રાજ કરી રહ્યો છે. ઈબ્રાહિમના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

Viral video: મીડિયા મેરે મુંહ મેં ઘુસ ગઈ હૈ, ઈબ્રાહિમ અલી ખાનનો આ વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ?
Ibrahim Ali Khan
| Edited By: | Updated on: Jul 23, 2023 | 3:47 PM

સૈફ અલી ખાનનો મોટો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે. ઈબ્રાહિમ (Ibrahim Ali Khan) ઘણીવાર પાપારાઝીના કેમેરા દ્વારા કેદ થાય છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાહકોની સાથે પાપારાજીની નજર પણ ઈબ્રાહિમ પર ટકેલી છે. સ્ટાર કિડ્સ હવેથી તેમના અંગત જીવન માટે લાઈમલાઈટમાં રહે છે. સૈફ અલી ખાનના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : આદિત્યમાંથી ઈબ્રાહિમને હવે ફરી આદિત્ય બન્યો આ યુવક, આર્ય સમાજે ગણાવી ઘર વાપસી

ફોન પર કહી આ વાત

વાયરલ વીડિયોમાં ઈબ્રાહિમ અલી ખાન પીવીઆરમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. પરંતુ બહાર નીકળતી વખતે તે ફોન પર કોઈની સાથે વાત પણ કરી રહ્યો છે. ઇબ્રાહિમ અલી ખાનની નજર મીડિયા પર પડતાં જ તેણે ફોન પર કોઈને કહેવાનું શરૂ કર્યું કે,’આ જાઓ, મીડિયા ભી હૈ યહાં પર જો મેરે મુંહ મેં ઘુસ ગઈ હૈ. એકદમ મુંહ મેં ઘુસ ગઈ હૈ.’ સામેથી અવાજ આવે છે કે આવું ના બોલો ભાઈ. જો કે બહાર નીકળતી વખતે તેણે બધા સાથે હાથ મિલાવ્યા પણ હતા.

જુઓ Viral Video…………..

આ વીડિયો જોયા પછી જ્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને ઈબ્રાહિમ અલી ખાનની આ રીત બિલકુલ પસંદ ન આવી. તો કેટલાકે તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે, ઈબ્રાહિમ અહીં ફિલ્મ જોવા માટે આવ્યો હતો. જોકે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ અહીં આવી હતી. જેને જોયા બાદ એવું માનવામાં આવે છે કે બંને એક ફિલ્મ ડેટ માટે સાથે આવ્યા હતા. પરંતુ મીડિયાની નજરમાં એકસાથે ન આવે તે માટે બંનેએ અલગ-અલગ આવવાનું નક્કી કર્યું હશે.

એકબીજા વિશે ખુલીને વાત નથી કરતા

ફિલ્મ જોઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઈબ્રાહિમ અલી ખાન હાથમાં જેકેટ સાથે જોવા મળ્યો હતો. જે યુઝર્સ પલક તિવારી વિશે જણાવી રહ્યા છે. જોકે પલક અને ઈબ્રાહિમ આ પહેલા પણ એકસાથે પકડાઈ ચૂક્યા છે. પરંતુ બંને ક્યારેય એકબીજા વિશે ખુલીને વાત કરતા નથી. પલકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે સલમાન ખાનની ફિલ્મથી ડેબ્યુ કર્યું છે અને ઈબ્રાહીમ અલી ખાન ટૂંક સમયમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

Published On - 3:47 pm, Sun, 23 July 23