ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘રેવા’ અને ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ

|

Dec 23, 2019 | 11:54 AM

ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘રેવા’ને મળ્યો. ફિલ્મના નિર્દેશક રાહુલ ભોલે અને વિનીત કનોજીયાને રજત કમળ આપવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ હેલ્લારોની 13 અભિનેત્રીઓને પણ સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મળ્યો.  મહત્વનું છે કે, થોડા સમય પહેલા 66મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને દેશની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. […]

ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર રેવા અને હેલ્લારોને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ

Follow us on

ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘રેવા’ને મળ્યો. ફિલ્મના નિર્દેશક રાહુલ ભોલે અને વિનીત કનોજીયાને રજત કમળ આપવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ હેલ્લારોની 13 અભિનેત્રીઓને પણ સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મળ્યો.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા 66મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને દેશની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ સિવાય ફિલ્મ ‘રેવા’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. ફિલ્મ ‘રેવા’ જાણીતા ગુજરાતી નવલકથાકાર ધ્રૂવ ભટ્ટની નવલકથા ‘તત્વમસી’ આધારિત છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ફિલ્મ ‘હેલ્લારો’એ દેશની શ્રેષ્ઠ ફિલ્મ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરીને બાજી મારી છે. જે વિશ્વના તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ફિલ્મ ‘હેલ્લારો’ના ડિરેક્ટર અભિષેક શાહ છે. જ્યારે આ ફિલ્મના લેખક પ્રતીક ગુપ્તા અને સૌમ્ય જોષી છે. ફિલ્મ ‘હેલ્લારો’માં ગુજરાતના જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે. આ ફિલ્મ માટે તેમણે કુલ 4 ગરબા કમ્પોઝ કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કચ્છમાં શૂટ થયેલી ફિલ્મ ‘હેલ્લારો’ સ્ત્રી સશક્તિકરણના વિષય આધારિત છે અને તેમાં અભિનય કરનાર 13 અભિનેત્રીને પણ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો. ફિલ્મ ‘રેવા’, નર્મદા નદીની પરિક્રમા પર આધારિત છે. અને તેમાં આધ્યાત્મિકતાના દર્શન થાય છે. ‘રેવા’ એક નખશિખ ગુજરાતી ફિલ્મ છે કે જેમાં વિવિધ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article