Entertainment Top 5 News : રાજ કુન્દ્રા કેસમાં SIT ની રચના, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક, વાંચો મનોરંજનના મહત્વના સમાચાર

|

Aug 14, 2021 | 12:05 PM

મનોરંજન જગતમાં દરરોજ ઘણા સમાચારો સામે આવે છે, તેમાંથી કેટલાક સમાચાર એવા પણ છે જે ચાહકો માટે ખાસ છે. ત્યારે સામાચારોની વાત કરીએ તો, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક ​​થયો, બીજી તરફ રાજ કુન્દ્રા કેસમાં SITની રચના કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ આજના મનોરંજન જગતના મહત્વના સમાચાર Entertainment Top 5 ખબરમાં.

Entertainment Top 5 News : રાજ કુન્દ્રા કેસમાં SIT ની રચના, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક, વાંચો મનોરંજનના મહત્વના સમાચાર
Entertainment Top-5 News

Follow us on

Big News:ઋતવિક અને દીપિકાના ચાહકો માટે ખુશખબર, ‘ફાઇટર’ ફિલ્મ 2023 ની આ તારીખે રિલીઝ થશે.

આપને જણાવી દઈએ કે, આજે નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મ રિલીઝ કરવાની તારીખ જાહેર કરી છે. ફિલ્મ રિલીઝની તારીખ જાહેર કરતા નિર્માતાઓએ જણાવ્યું હતુ કે,”ફિલ્મ ‘ફાઇટર’ (Fighter) પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થશે.” આપને જણાવવું રહ્યું કે, આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

Shocking:અભિષેક બચ્ચને તેનો લક્ઝરિયસ એપાર્ટમેન્ટ વેચ્યો, જાણો શું હતું કારણ?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અહેવાલો અનુસાર, અભિષેક બચ્ચને (Abhishek Bachchan) પોતાનો એક જૂનો એપાર્ટમેન્ટ 45.75 કરોડમાં વેચી દીધો છે. આપને જણાવી દઈએ કે, અભિષેક અને તેના પરિવારનો કોઈ સભ્ય આ એપાર્ટમેન્ટમાં રહેતા ન હતા. અભિનેતા તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જલસામાં રહે છે, જે મુંબઈમાં બચ્ચન પરિવારનું ઘર છે.

આપને જણાવવું રહ્યું કે, અભિષેક બચ્ચનનું આ ઘર ઓબેરોય 360 માં 37 મા માળે હતું. એટલું જ નહીં આ ઘર 2014 માં અભિષેક બચ્ચને 41 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ખાસ વાત એ છે કે, આ બિલ્ડિંગમાં અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ એપાર્ટમેન્ટ છે. હાલ,ચાહકો પણ આ જાણીને થોડા આશ્ચર્યચકિત છે.

Raj kundra Case :રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SIT ની રચના કરી

પોર્ન ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલા રાજ કુન્દ્રાની (Raj Kundra) મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજ કુન્દ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને હજુ સુધી તેને જામીન મળી શક્યા નથી.ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે એક તપાસ ટીમની રચના કરી છે.

અહેવાલો અનુસાર, પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) આ કેસની તપાસ માટે SIT ની રચના કરી છે.ઉલ્લેખનીય છે કે, ACP સ્તરના અધિકારી આ ટીમનું નેતૃત્વ કરશે. ઉપરાંત આ ટીમ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીને આ અંગે રિપોર્ટ કરશે.

ભોજપુરી અભિનેત્રી ત્રિશાકરનો MMS લીક થયો, અભિનેત્રીએ કહ્યું – જો તમારી બહેન…

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે હડકંપ મચ્યો છે, કારણ કે તાજેતરમાં ભોજપુરી અભિનેત્રી ત્રિશાકર મધુનો MMS સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રીના (Trisha Kar Madhu)ચાહકો ચોંકી ગયા હતા. જો કે, જે વ્યક્તિ સાથે અભિનેત્રીનો વીડિયો લીક થયો છે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

Photos :અજય દેવગણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કરી ખાસ બેઠક, આ વિષય પર કરવામાં આવી ચર્ચા

અજય દેવગણ આજે બોલિવૂડનો મશહુર સ્ટાર (Bollywood Star) બની ગયો છે, ત્યારે 13 ઓગસ્ટના રોજ અભિનેતાની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ હતી. ત્યારે આજે તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

 

આ પણ વાંચો: Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

આ પણ વાંચો: Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

Published On - 12:03 pm, Sat, 14 August 21

Next Article