સલમાનની ‘વીર’ ફિલ્મને પ્રોડયુસ કરનાર પ્રોડયુસરનું નિધન, લંડનમાં ચાલતી હતી કેન્સરની સારવાર

|

Dec 30, 2021 | 12:12 PM

વિજયે સલમાન ખાનની ફિલ્મ વીર પણ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ રિલીઝ થયાના લાંબા સમય બાદ વિજયે સલમાન વિરુદ્ધ 250 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

સલમાનની વીર ફિલ્મને પ્રોડયુસ કરનાર પ્રોડયુસરનું નિધન, લંડનમાં ચાલતી હતી કેન્સરની સારવાર
Vijay Galani Passed Away ( File photo)

Follow us on

હિન્દી સિનેમા માટે આ વર્ષ વધુ એક ખરાબ સમાચાર લઈને આવ્યું. છે લોકપ્રિય નિર્માતા વિજય ગલાનીનું (vijay galani ) નિધન થયું છે. વિજય ગલાનીએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા છે. જ્યાં તેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેણે વિજય, અજનબી અને વીર જેવી ફિલ્મો બનાવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે અજનબી તે સમયે હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ હતી. આ વર્ષે ફિલ્મની રિલીઝને 20 વર્ષ પૂર્ણ થયા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિજયના નજીકના મિત્ર રજત રવૈલે નિર્માતાના નિધનની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર રજતે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે. હું લગભગ રોજ તેની સાથે વાત કરતો. થોડા દિવસ પહેલા જ તેણે મને કહ્યું હતું કે તે હવે લગભગ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે અને ટૂંક સમયમાં મુંબઈ પરત ફરવાની વ્યવસ્થા કરશે. હું વિશ્વાસ કરી શકતો નથી કે હું તેની સાથે ક્યારેય વાત કરી શકીશ નહીં.

પુત્ર પ્રતિક સવારે લંડનથી મુંબઈ આવ્યો હતો
રજતે જણાવ્યું કે વિજયનું અવસાન અચાનક ઓર્ગન ફેલિયર થઇ જવાને કારણે થયું હતું. તેણે જણાવ્યું કે વિજયનો પુત્ર પ્રતિક તેના મૃત્યુના સમાચારના થોડા કલાકો પહેલા ભારત પહોંચી ગયો હતો. જેવો તે મુંબઈ પહોંચ્યો અને તેના પિતા વિજયના મૃત્યુના સમાચાર આવ્યા. રજતે કહ્યું કે વિજયનો પુત્ર પ્રતિક લંડનમાં તેની સાથે હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વિજયને રજા આપીને તે ઘરે આવ્યો હતો. તે થોડા દિવસો પછી લંડનથી ભારત પરત આવવાનો હતો. તેમનો પુત્ર હવે પાછો લંડન જઈ રહ્યો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સલમાન ખાન સાથે વિવાદ થયો હતો
વિજયે સલમાન ખાનની ફિલ્મ વીર પણ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ રિલીઝ થયાના લાંબા સમય બાદ વિજયે સલમાન વિરુદ્ધ 250 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં વિજયને વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિજયે સલમાન ખાન સાથે વર્ષ 1992માં ફિલ્મ સૂર્યવંશી બનાવી હતી. અત્યાર સુધી આ ફિલ્મના રાઇટ્સ વિજય પાસે હતા. જો કે, વિજયે જ્યારે રોહિત શેટ્ટી માટે ફિલ્મની માંગણી કરી ત્યારે તેણે ફિલ્મના ટાઈટલ રાઈટ્સ આપ્યા. આ કારણોસર, વિજયને ફિલ્મના પ્રારંભમાં વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : નુસરત જહાંએ યશ દાસગુપ્તા સાથેના પ્રેમને કર્યો સરાજાહેર, કહ્યું કે, મને તારાથી પ્રેમ થયો અને…

આ પણ વાંચો : Happy Birthday esther victoria abraham : પહેલી મિસ ઈન્ડિયા હતી એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ, એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે પણ બનાવ્યું નામ

Next Article