અભિનેતા Sonu Sood વિરુદ્ધ BMC એ નોંધાવી એફઆઈઆર

|

Jan 07, 2021 | 2:42 PM

લોકડાઉન દરમિયાન ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ઉપર 6 માળની રહેણાંક ઇમારતને હોટલમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકાયો છે.

અભિનેતા Sonu Sood વિરુદ્ધ BMC એ નોંધાવી એફઆઈઆર

Follow us on

લોકડાઉન દરમિયાન ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ઉપર 6 માળની રહેણાંક ઇમારતને હોટલમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકાયો છે. આ કેસમાં બીએમસીએ (BMC) સોનુ સૂદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીએમસીનો આરોપ છે કે સોનુ સૂદે કથિત 6 માળના રહેણાંક મકાનને હોટલમાં રૂપાંતરિત કરતા પહેલા જરૂરી મંજૂરી લીધી ન હતી. બીએમસીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, સોનુ સૂદ સામે મહારાષ્ટ્ર રિજન અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

જો કે સોનુ સૂદે સ્પષ્ટ કર્યું કે તેમણે ફેરફારના મામલે બીએમસીની મંજૂરી લીધી હતી અને તેઓ ફક્ત મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બીએમસીએ 4 જાન્યુઆરીએ સોનુ સૂદ સામે એફઆઈઆર નોંધાવી હતી. જુહુ પોલીસને આપતી ફરિયાદમાં બીએમસીએ જણાવ્યું હતું કે, “સોનુ સૂદે એબી નાયર રોડ પરની શક્તિ સાગર બિલ્ડિંગને પરવાનગી વિના હોટલમાં રૂપાંતરિત કરી હતી.”

બીએમસીનું એમ પણ કહેવું છે કે હોટલ બનાવવા માટે આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું. નોટિસ આપ્યા પછી પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, આ બાંધકામ પૂર્વે તેમણે ઓથોરિટી પાસેથી જરૂરી તકનીકી પરવાનગી પણ લીધી ન હતી.

બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં બીએમસી દ્વારા મોકલેલી નોટિસ સામે સૂદે શહેરની સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટ તરફથી તેમને કોઈ વચગાળાની રાહત મળી નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે સુદને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયા આપ્યા હતા. કોર્ટમાંથી ત્રણ અઠવાડિયા પસાર થયા છે, પરંતુ તેઓએ અત્યાર સુધી અનધિકૃત બાંધકામોને હટાવ્યા નથી, તેથી અમે પોલીસને એમઆરટીપી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Next Article