Aryan Khan Case Deal: આર્યન ખાન કેસ પર સંજય રાઉતના ટ્વીટનો ભાજપે આપ્યો જવાબ, ‘આ વીડિયો ડીલીટ ન કરતા, કાળા કપડા વાળો આ વ્યક્તિ કોણ?’

|

Oct 24, 2021 | 11:28 PM

કાળા કપડા પહેરીને જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે, તે કોણ છે ? કયા પક્ષના નેતા, અભિનેતા અને મંત્રી સાથે સંબંધિત છે?  સંજય રાઉતજી જવાબ આપો. બીજેપી નેતા મોહિત કંબોજે સંજય રાઉત દ્વારા ટ્વીટ કરેલા આ વીડિયોનો જ સ્ક્રીન શૉટ લઈને સંજય રાઉત અને નવાબ મલિક પર સવાલ ઉઠાવ્યા છે.

Aryan Khan Case Deal: આર્યન ખાન કેસ પર સંજય રાઉતના ટ્વીટનો ભાજપે આપ્યો જવાબ, આ વીડિયો ડીલીટ ન કરતા, કાળા કપડા વાળો આ વ્યક્તિ કોણ?
કાળા કપડા વાળો માણસ, કિરણ ગોસાવી, આર્યન ખાન, અને સંજય રાઉત

Follow us on

શાહરૂખ ખાનના (Shahrukh Khan)  પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે જોડાયેલા મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને (Mumbai Cruise Drugs Case) લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut, Shiv Sena) ટ્વિટ કરીને આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા છે. એનસીપી નેતા નવાબ મલિકે (Nawab Malik, NCP)  પણ એનસીબી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે  (Sameer Wankhedem NCB) પર આર્યન ખાનને આ કેસમાં ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો છે.

નવાબ મલિકે પ્રભાકર સાઈલ નામની વ્યક્તિ પાસે ગવાહીના નામ પર કોરા કાગળ પર સહી કરાવવાની અને આર્યન ખાનના કેસને દબાવવા માટે 25 કરોડના સોદાના આરોપની તપાસે માટે SIT ની માંગણી કરી છે. આનો જવાબ ભાજપના નેતા મોહિત કંબોજે આપ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2 ઓક્ટોબરની રાત્રે, જ્યારે ક્રૂઝ મુંબઈથી ગોવા જઈ રહી હતી ત્યારે ડ્રગ્સ અને રેવ પાર્ટીમાં એનસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારે આર્યન ખાન સાથે કે.પી. ગોસાવી નામના વ્યક્તિની સેલ્ફી વાયરલ થઈ હતી. એ જ કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે દાવો કર્યો છે કે તેણે ગોસાવી અને સેમ ડિસોઝા નામની વ્યક્તિ વચ્ચે ફોન પરની વાતચીત સાંભળી હતી.

આ વાતચીતમાં ગોસાવીએ કહ્યું હતું કે આર્યન ખાનના કેસને દબાવવા માટે 25 કરોડનો બોમ્બ નાખી દો અને 18 કરોડમાં ડીલ ફાઈનલ કરો તેમાંથી 8 કરોડ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવા પડશે. બાકીની રકમ  એકબીજામાં વહેંચવામાં આવશે. પ્રભાકરના આ આરોપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં આ મામલો ગરમાયો હતો.

શિવસેના નેતા સંજય રાઉતનો ભાજપ પર શું આરોપ છે ?

સંજય રાઉતે આ આરોપ પર મુંબઈ પોલીસ પાસેથી સુમોટો લેવાની માંગ કરી છે. સંજય રાઉતે કહ્યું છે કે જો તેની યોગ્ય તપાસ થઈ તો  ભાજપનો આની સાથે કોઈ સંબંધ છે કે કેમ? જાણવા મળશે. સંજય રાઉતે કહ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ મુંબઈ આવીને તપાસ કરે છે. આ મહારાષ્ટ્ર સરકારની બદનામી માટે કરવામાં આવે છે. સંજય રાઉતે એમ પણ કહ્યું છે કે ડ્રગ્સના મામલે બોલીવુડને ઘેરવામાં આવી રહ્યું છે. જેથી તેઓ મુંબઈ છોડીને ચાલ્યા જાય.  સંજય રાઉતના આ આરોપનો જવાબ ભાજપ તરફથી મોહિત કંબોજે આપ્યો છે.

સંજય રાઉતના ટ્વીટ કરેલા વીડિયોમાં આ કાળા કપડા પહેરેલ વ્યક્તિ કોણ છે?

ભાજપના નેતા મોહિત કંબોજે સંજય રાઉત અને નવાબ મલિકને આપ્યો જવાબ

સંજય રાઉતે પોતાના ટ્વીટમાં આ આરોપ લગાવતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ જ ટ્વીટ અને વિડીયોનો આધાર લઈને મોહિત કંબોજે કહ્યું છે કે, ‘સંજય રાઉત જી, આ વીડિયોને ડિલીટ ન કરતા. આ વીડિયોમાં દેખાતો કાળા કપડા પહેરેલો વ્યક્તિ કોણ છે? તે કઈ પાર્ટીના નેતા, અભિનેતા અને મંત્રી સાથે સંબંધિત છે? સંજય રાઉતજી જવાબ આપો. મોહિત કંબોજે સંજય રાઉતના ટ્વીટ કરેલા વીડિયોનો એક સ્ક્રીન શોટ લઈને સંજય રાઉત અને નવાબ મલિક પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો :  Aryan Khan Case Deal : NCB એ જાહેર કરી પ્રેસનોટ, સમીર વાનખેડેએ પ્રભાકર સાઈલના દાવાને ફગાવ્યો, કહ્યું જે કહેવું હોય તે કોર્ટમાં કહો

Next Article