Birthday Special: નિક જોનસની પત્ની બનતા પહેલા આ સ્ટાર્સને ડેટ કરી ચુકી છે Priyanka Chopra

|

Jul 18, 2021 | 4:36 PM

નિક જોનાસ સાથે લગ્ન પહેલાં બોલીવુડના ઘણા મોટા કલાકારોને ડેટ કરી ચુકી છે દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra). અભિનેત્રી આજે લંડનમાં પોતાનો 39 મો જન્મદિવસ મનાવી રહી છે.

Birthday Special: નિક જોનસની પત્ની બનતા પહેલા આ સ્ટાર્સને ડેટ કરી ચુકી છે Priyanka Chopra
Priyanka Chopra

Follow us on

બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું આજે એક મોટું નામ બની ગયું છે. અભિનેત્રીની ઓળખ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણામાં છે, અભિનેત્રી આ માટે હોલીવુડની ફિલ્મો અને સિરીઝમાં સતત કામ કરી રહી છે. પરંતુ અભિનેત્રીની શરૂઆત બોલિવૂડથી જ થઈ હતી. પ્રિયંકા ચોપરા આજે તેમનો 39 મો જન્મદિવસ મનાવી રહી છે. અભિનેત્રીએ તેમના અભિનય કારકીર્દિની શરૂઆત વર્ષ 2002 માં આવેલી તેમની ફિલ્મ ‘Thamizhan’ થી કરી હતી.

દેશી ગર્લ છેલ્લા 19 વર્ષમાં બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી ઘણું કામ કરી ચૂકી છે. અભિનેત્રીએ પોતાના માટે એક પતિ પણ હોલીવુડ વાળો પસંદ કર્યો છે. હા, 2018 માં, પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભારતમાં લગ્ન કર્યા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અક્ષય કુમાર (Akshay Kumar)

પરંતુ નિક જોનસ (Nick Jonas) સાથેના લગ્ન પૂર્વે જ અભિનેત્રીના ઘણા સંબંધો રહ્યા છે. જેના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘એતરાઝ’ (Aitraaz) 2004 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ નેગેટિવ ભૂમિકા ભજવી હતી. પ્રેક્ષકોને આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની શૈલી ગમી ગઈ હતી. જેના કારણે તે રાતોરાત લોકોની નજરમાં આવી ગઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ હતી. પરંતુ અક્ષય કુમાર સાથે પ્રિયંકાનું નામ જોડવાનું શરૂ થઇ ગયું હતું.

તે જ સમયે, આ ફિલ્મ પછી, પ્રિયંકા ચોપરા અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાં અંદાઝ, વક્ત જેવી તમામ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ જ્યારે બંને વિશે અનેક સમાચાર આવ્યા ત્યારે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને વચ્ચે આવવું પડ્યું. વક્ત ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે ટ્વિંકલ ખન્નાએ સેટ પર ફોન કર્યો હતો તે વખતે ટ્વિંકલ અને પ્રિયંકા ચોપરા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. જે બાદ તેમના સંબંધો તૂટી ગયા. આ દરમિયાન આ જોડી સલમાન ખાન સાથે મુઝસે શાદી કરોગી (Mujhse Shaadi Karogi) માં જોવા મળી હતી.

શાહરુખ ખાન (Shah Rukh Khan)

પ્રિયંકા ચોપરાની આ યાદીમાં શાહરુખ ખાનનું નામ પણ સામેલ છે. શાહરુખ અને પ્રિયંકા ચોપરાના અફેરના સમાચાર પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ડોનની શૂટિંગ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. પરંતુ જ્યારે આ બધી બાબતો ગૌરી પાસે પહોંચી ત્યારે તેમણે પ્રિયંકા ચોપરાને તેમના પતિથી દૂર રહેવા કહ્યું અને આ સાથે ગૌરી ખાને શાહરૂખને પણ કહ્યું હતું. જે પછી બંનેએ ક્યારેય સાથે કામ ન કર્યું.

આ સિવાય અભિનેત્રીએ શાહિદ કપૂર અને હરમન બવેજાને પણ ડેટ કર્યા છે. આ બંનેની સાથે અભિનેત્રી પણ ઘણી વખત જોવા મળી છે, જેના કારણે તેનું નામ ખુબ ચર્ચામાં રહ્યું છે. પરંતુ હવે પ્રિયંકા ચોપરા લગ્ન કરીને અને ન્યૂયોર્કમાં સેટલ થઈ ચુકી છે.

Next Article