લંડનની ધરતી પર ડાયરને ઠાર કરનારા વીર ઉધમસિંહની જન્મજયંતિ, બની રહી છે બાયોપિક

|

Dec 26, 2020 | 4:35 PM

આજે ભારત માના એવા એક વીર સપૂતની જન્મજયંતી છે, જેમણે દુશ્મનને એમની ધરતી પર ઠાર કરીને જલિયાવાલા નરસંહારનો બદલો લીધો હતો. જી હા આજે શહીદ ઉધમ સિંહની જન્મતિથી છે. 26 ડિસેમ્બર 1899માં પંજાબના સંગરૂર જીલ્લાના સુનામ ગામમાં જન્મેલા ઉધમ સિંહ બાળપણમાં જ મા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા હતા. એમનું બાળપણનું નામ હતું શેરસિંહ. એમના મોટાભાઈ સાથે […]

લંડનની ધરતી પર ડાયરને ઠાર કરનારા વીર ઉધમસિંહની જન્મજયંતિ, બની રહી છે બાયોપિક

Follow us on

આજે ભારત માના એવા એક વીર સપૂતની જન્મજયંતી છે, જેમણે દુશ્મનને એમની ધરતી પર ઠાર કરીને જલિયાવાલા નરસંહારનો બદલો લીધો હતો.

જી હા આજે શહીદ ઉધમ સિંહની જન્મતિથી છે. 26 ડિસેમ્બર 1899માં પંજાબના સંગરૂર જીલ્લાના સુનામ ગામમાં જન્મેલા ઉધમ સિંહ બાળપણમાં જ મા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા હતા. એમનું બાળપણનું નામ હતું શેરસિંહ. એમના મોટાભાઈ સાથે અનાથાશ્રમમાં મોટા થયા. અનાથાશ્રમમાં એમને નામ મળ્યું ઉધમ સિંહ. ત્યાર બાદ તેઓએ ભારતીય સમાજની એકતા માટે પોતાનું નામ બદલીને રામ મોહમ્મદ સિંહ આઝાદ રાખી દીધું હતું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભગત સિંહના તેઓ મિત્ર હતા અને લાહોર જેલમાં તેઓની મુલાકાત થઇ હતી. કહેવાય છે કે ઉધમ સિંહે 13 એપ્રિલ 1919નો જલિયાવાલા નરસંહાર પોતાની નજરે જોયો હતો. તેઓએ જલિયાવાલા બાગની માટીને હાથમાં લઈને જનરલ ડાયર, અને તે સમયના પંજાબના ગવર્નર માઈકલ ઓ ડાયરને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી.

ઉધમ સિંહ પાસપોર્ટ બનાવીને લંડન પહુચ્યા. તેઓ 1934 માં લંડન પહુચે એ પહેલા જનરલ ડાયર બીમારીને કારણે 1927 મૃત્યુ પામ્યો હતો. ત્યાર બાદ તેમનું લક્ષ્ય હતું માઈકલ ઓ ડાયર. માયકલ ડાયરને પાઠ ભણાવવા માટે એમને 6 વર્ષ રાહ જોવી પડી. અંતે 1940 માં એ સમય આવી જ ગયો.

જ્યારે ડાયરને સામનો કરવો પડ્યો ભારતીયવીર ઉધમ સિંહનો. જલિયાવાલા બાગ હત્યાકાંડના 21 વર્ષ બાદ 13 માર્ચ 1940માં રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની બેઠકમાં માઈકલ ઓ ડાયર આવ્યો હતો. બેઠક પત્યા બાદ તરત દીવાલ પાછળ જ ઉધમ સિંહે માઈકલ ડાયરની છાતીમાં ગોળીઓ ધરબી દીધી અને પ્રતિજ્ઞા પૂરી કરી.

વીર ઉધમ સિંહના જીવન પર બાયોપિક પણ બની રહી છે. જેને જાણીતા ડાયરેક્ટર સુજીત સરકાર બનાવી રહ્યા છે. બાયોપિકનું નામ છે ‘સરદાર ઉધમ સિંહ’. આ બાયોપિકમાં ઉધમસિંહનું મુખ્ય પાત્ર વિકી કૌશલ ભજવી રહ્યા છે. કેટલાક મહિનાઓ અગાઉ ફિલ્મનો પહેલો લૂક રજુ રાકવામાં આવ્યો હતો. પહેલા આ મૂવી 2 ઓક્ટોબરે રીલીઝ થવાની હતી ત્યાર બાદ આવેલા સમાચાર અનુસાર નવી તારીખ 15 જાન્યુઆરી 2021 હતી. ફિલ્મની વાર્તા રિતેશ શાહ અને શુબેન્દુ ભટ્ટાચાર્યએ લખી છે.

Published On - 4:24 pm, Sat, 26 December 20

Next Article