Bigg Boss OTT : દર્શકોની લાંબા સમયની રાહનો અંત, આજથી શરુ થશે બિગ બૉસ ઓટીટી, જાણો ક્યાં અને કેટલા વાગે જોઇ શકશો ?

|

Aug 08, 2021 | 8:26 PM

દર્શકોની લાંબા સમયની આતુરતાનો અંત આવશે. કરણ જોહર (Karan Johar) સલમાન ખાનની (Salman Khan) જગ્યાએ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરવા જઈ રહ્યા છે. તેમના માટે પણ આ એક સંપૂર્ણપણે નવો અનુભવ હશે.

Bigg Boss OTT : દર્શકોની લાંબા સમયની રાહનો અંત, આજથી શરુ થશે બિગ બૉસ ઓટીટી, જાણો ક્યાં અને કેટલા વાગે જોઇ શકશો ?
સાંકેતિક તસ્વીર

Follow us on

ટેલિવિઝન ક્ષેત્રે સૌથી જાણીતા રીયાલીટી શોમાંથી એક, બિગ બોસ (Bigg Boss) તેની નવી શૈલી અને કલેવર સાથે પાછો ફર્યો છે. આ વખતે આ શો ટીવીના 6 અઠવાડિયા પહેલા OTT પર બતાવવામાં આવશે. બિગ બોસ ઓટીટી આજથી એટલે કે 8 ઓગસ્ટથી વૂટ પર બતાવવામાં આવશે.

આ સાથે, દર્શકોની લાંબા સમયની રાહ પણ સમાપ્ત થશે. કરણ જોહર (Karan Johar) સલમાન ખાનની (Salman Khan) જગ્યાએ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરવા જઈ રહ્યા છે. તેમના માટે પણ આ એક સંપૂર્ણપણે નવો અનુભવ હશે. કરણ પણ આ શોને હોસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

બિગ બોસ OTTને અહીં જોઇ શકશો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બિગ બોસ OTT ને લઈને છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી રહી છે. આવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે આ શો પહેલા OTT પર પ્રસારિત થવાનો છે. બિગ બોસ ઓટીટી આજથી એટલે કે 8 ઓગસ્ટથી વૂટ સિલેક્ટ પર બતાવવામાં આવશે. તેનુ પ્રિમિયર આજે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તમે આ શો સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે જોઈ શકો છો. જ્યારે શનિવાર અને રવિવારે આ શો 8 વાગ્યાથી જોઈ શકાશે.

Voot Select પર Bigg Boss OTT જોવા માટે, તમારે તેનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. આ પછી તમે આ શોનો આનંદ માણી શકશો. આ શો 24 કલાક વૂટ પર પ્રસારિત થશે. જો તમે વૂટ પર સબ્સક્રિપ્શન લેવા ન માંગતા હો, તો પણ તમે આ શોના રેકોર્ડેડ એપિસોડ મફતમાં જોઈ શકો છો.

આ સ્પર્ધકો હશે બિગ બોસમાં

આ વખતે બિગ બોસમાં સિંગર નેહા ભસીન, શમિતા શેટ્ટી, ફેમસ સિંગર અને વીજે અનુષા દાંડેકર, રિદ્ધિમા પંડિત, કરણ નાથ, દિવ્યા અગ્રવાલ, ઉર્ફી જાવેદ, અક્ષરા સિંહ, જીશાન ખાન, નેહા મલિક અને પવિત્રા લક્ષ્મી જોવા મળશે.

દર્શકોને પહેલીવાર બિગ બોસ ઓટીટીના ઘરમાંથી (Bigg Boss OTT) 24 કલાક તમામ ડ્રામા અને એક્શન લાઇવ જોવાની તક મળશે.આ સિવાય બિગ બોસના ચાહકોને વૂટ પર 1 કલાકનો એપિસોડ આપવામાં આવશે. દર્શકોને એક્સક્લુઝિવ કટ, ચોવીસ કલાક કન્ટેન્ટ ડ્રોપ્સ પણ જોવા મળવાનુ છે.

આ પણ વાંચોBigg Boss : આસિમ રિયાઝનું રૈપ સોંગ થયું રિલીઝ, સોંગમાં ‘બિગ બોસ’ની સફર વિશે કર્યું છે વર્ણન

આ પણ વાંચો :માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

 

 

Published On - 7:44 pm, Sun, 8 August 21

Next Article