Bigg Boss 14 : Salman Khan વિકેન્ડ કા વારમાં ન જોવા મળ્યા, Sonali Phogat શોમાંથી બહાર નીકળી ગઈ

|

Jan 25, 2021 | 2:46 PM

બિગ બોસ 14 ની વિકેન્ડ વારના આ સપ્તાહના એપિસોડમાં સ્પર્ધકો માટે ખરાબ સમાચાર આવ્યા છે, કારણ કે આ અઠવાડિયા માટેનો એલિમિનેશનનો સમય હતો. જો કે શોના હોસ્ટ સલમાન ખાન આ વીક એન્ડમાં દેખાયા ન હતા.

Bigg Boss 14 : Salman Khan વિકેન્ડ કા વારમાં ન જોવા મળ્યા, Sonali Phogat શોમાંથી બહાર નીકળી ગઈ
Bigg Boss 14

Follow us on

બિગ બોસ 14 ની વિકેન્ડ વારની આ સપ્તાહના એપિસોડમાં સ્પર્ધકો માટે ખરાબ સમાચાર આવ્યા છે કારણ કે આ અઠવાડિયા માટેનો એલિમિનેશનનો સમય હતો. જોકે શોના હોસ્ટ સલમાન ખાન આ વીકએન્ડમાં દેખાયા ન હતા, તેમ છતાં શોમાં આવેલા મહેમાનોએ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી. ગત સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ પણ કેટલીક ઘટનાઓ માટે કન્ટેસ્ટન્ટની ખબર લીધી હતી.

સિદ્ધાર્થે દરેક સ્પર્ધક માટે પ્રેક્ષકોનો ફોન લીધો અને પછી કોલર દ્વારા ઉભા કરવામાં આવતા મુદ્દાઓ પર સવાલ કર્યા. એક કોલરે રાહુલ વૈદ્યને સમજાવવા કહ્યું કે તે શા માટે વારંવાર અભિનવ શુક્લાને મર્દ બનવાનું કહે છે. તેના જવાબમાં રાહુલે કહ્યું, “અભિનવ પાછળથી ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને સોનાલી ફોગટ જીને, તેથી મને લાગે છે કે જે વ્યક્તિ પાછળથી વાત કરે છે તે મર્દ ન હોઈ શકે.”

સલમાને અગાઉ કર્યું તેમ સિદ્ધાર્થે અભિનવને પત્ની રુબીના દિલાઇક વતી લડવાનું ટાળવાની સલાહ પણ આપી હતી. બીજી એક રસપ્રદ ઘટનામાં, મહેમાન તરીકે શોમાં આવેલા હર્ષ લિંબાચિયાએ દાવો કર્યો હતો કે જાસ્મિન ભસીન અલી ગોનીની રીંગનું સાઇઝ શોધવા માંગતી હતી. આ પછી, વિકાસ ગુપ્તાના સૂચનો પર, અલીએ તેની વીંટી કાઢી અને હર્ષને આપી. ટાસ્ક દરમિયાન, વિકાસ એ એમ પણ કહ્યું હતું કે તે અભિનવ સાથે તેની તુલના કરવાથી રાખીથી ઘણો નારાજ હતો. રાખી પણ નારાજ હતી પણ બાદમાં તેણે સમાધાન કરી લીધું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શોના મહેમાનો ઘરની બહાર જતા પહેલા સોનાલી ફોગાટની એલિમિનેશનની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઘરની બહાર જતી વખતે અલી માટે ગીત ગાયું હતું.

Next Article